લો બોલો.. સિંગલ રહીને કંટાળી ગઈ છે આ મહિલા, સારો મુરતિયો શોધી આપનારને આપશે અધધધ લાખનું ઇનામ, વરરાજાની ચમકી જશે કિસ્મત, જાણો સમગ્ર મામલો

35 વર્ષની આ કુંવારી કન્યાએ લગ્ન માટે રાખી છે એવી ઓફર કે વરરાજા લગ્ન કરવાની સાથે જ થઇ જશે માલામાલ, મુરતિયો શોધી આપનારને પણ મળશે લાખોનું ઇનામ, બસ માનવી પડશે આ શરતો…જુઓ

Woman looking for husband : દુનિયાભરમાં ઘણા લોકો એવા એવા હોય છે જેમને યોગ્ય જીવનસાથી ના મળવાના કારણે તેઓ લગ્ન નથી કરી શકતા. તો ઘણા લોકો એવા પણ હોય છે જેમને લગ્ન કરવાની ઈચ્છા જ નથી થતી અને તેઓ વર્કોહોલિક પણ બની જાય છે. પરંતુ લાંબા સમય બાદ એકલતા સતાવતી હોય છે અને ત્યારે કદાચ ઘણું મોડું પણ થઇ જાય છે. હાલ એક મહિલાની કહાની સામે આવી છે, જે પણ એકલતાથી હવે પરેશાન થઇ ગઈ છે અને પોતાના માટે સારો મુરતિયો શોધી રહી છે. આ માટે તેને એક ઓફર પણ રાખી દીધી છે. (Image Credit : Eve/instagram)

વર શોધવા માટે આપશે 4 લાખનું ઇનામ :

કહેવાય છે કે પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી. પરંતુ આ મહિલા આ વાતને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે કહે છે કે તે સિંગલ હોવાને કારણે પરેશાન છે. હવે તે પોતાના માટે પતિની શોધમાં છે. જે વ્યક્તિ તેના માટે વર શોધશે તેને તે 5000 ડોલર એટલે કે લગભગ 4 લાખ રૂપિયા આપશે.

વર્ષોથી સિંગલ છે મહિલા :

35 વર્ષીય ઈવ ટિલી કોલ્સન અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. જે વ્યવસાયે કોર્પોરેટ વકીલ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે કહ્યું છે કે જો તમે મને મારા પતિ સાથે મલાવશો અને હું તેની સાથે લગ્ન કરીશ તો હું તમને $5000 આપીશ. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, 5 લાખથી વધુ લોકોએ તેની પોસ્ટ જોઈ અને ઘણી ઑફર્સ પણ આવી. ઈવ કહે છે કે તે ડેટ પર ગઈ નથી. ઈવે કહ્યું કે હું વર્ષોથી સિંગલ છું, લોકોને રૂબરૂ મળું કે એપ્સ પર મળું.

લગ્નના સર્ટિફિકેટ પર સહી થયા બાદ આપશે રકમ :

પરંતુ કોરોના વાયરસ રોગચાળાના આગમન પછી, ડેટિંગના મામલામાં એક વિચિત્ર ફેરફાર થયો છે. પુરુષો તમને રૂબરૂ મળવા માંગતા નથી. તેમાંના મોટા ભાગના એપ્સ પર છે અને ડેટિંગ પ્રત્યે ગંભીર નથી. આ કારણોસર, મેં વિચાર્યું કે જો કોઈ મને એવો પતિ મળે જે મારી શરતો અનુસાર હોય અને વાસ્તવિક સંબંધમાં પ્રવેશવા માંગે, તો હું પૈસા આપવા માંગુ છું. જોકે ઈવે કેટલીક શરતો પણ મૂકી છે. તેણે કહ્યું કે તે લગ્નના પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કરશે તે પછી જ તે વરને શોધનારાઓને પૈસા આપશે. તે પહેલાં આપશે નહીં.

આટલી શરતો માનવી પડશે :

ઈવની મિત્ર લારા બૈહાર પણ વ્યવસાયે વકીલ છે. તેણે કહ્યું કે તેણે પહેલેથી જ લગ્ન કર્યા ન હોવા જોઈએ. ઈવ કોઈની બીજી પત્ની નહીં બને. આ પછી ઈવે શરતો જણાવી. તેણે કહ્યું કે તેની ઉંમર 27 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, ઓછામાં ઓછી 5 ફૂટ 11 ઈંચ અથવા તેથી વધુ હોવી જોઈએ, બ્રિટિશ લોકોની જેમ રમૂજની ભાવના હોવી જોઈએ, રમતગમત, પ્રાણીઓ અને બાળકોમાં ઊંડો રસ હોવો જોઈએ.

વાયરલ થઇ રહી છે પોસ્ટ :

તેણીએ કહ્યું કે તે લંબાઈમાં કોઈપણ પ્રકારની સમજૂતી કરશે નહીં. કારણ કે તે પોતે 5 ફૂટ 10 ઈંચની છે. એવું ન થવું જોઈએ કે આવતીકાલે તને કહેવામાં આવે કે હીલ્સ ન પહેરો અને અસુરક્ષિત અનુભવો. ત્યારે હવે તેની આ પોસ્ટ પણ ખુબ જ વાયરલ થઇ રહી છે અને દેશ અને દુનિયામાં પણ તેની ઘણી ચર્ચા થઇ રહી છે. ઘણા મીડિયામાં પણ તે પોતાના ઇન્ટરવ્યૂ પણ આપી રહી છે અને તેના વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel