આ મહિલાની બહાદુરી જોઈને તમે પણ હોશ ખોઈ બેસસો, ખેતરના કુવામાં પડ્યો અજગર તો હાથે પકડીને કાઢી લીધો બહાર, જુઓ વીડિયો

જુઓ વીડિયો: મૂંગા જીવને બચાવવા આ મહિલાએ પોતાનો જીવ જોખમમાં નાખી દીધો, ખેતરના કુવામાં પડેલા વિશાળકાય અજગરને કાઢ્યો બહાર

આજના સમયમાં આપણા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે, ઘણી મહિલાઓ તો આજે તો પુરુષ પણ જે કામ કરવામાં પાછો પડતો હોય તેવા કામ પણ કરીને પોતાનું આગવું નામ બનાવતી હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ જાંબાજ મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખેતરના કુવામાં પડેલા અજગરને પોતાના હાથે બહાર કાઢે છે.

વાયરલ વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ શકે છે કે મહિલા કોઈપણ જાતના સુરક્ષા ઉપકરણ વગર કૂવાની અંદર ઉતરે છે અને ખુલ્લા હાથે અજગરને પકડી અને બહાર લઈને આવે છે. ત્યારે આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા ઉપર પણ લોકો મહિલાની બહાદુરીને સલામ કરી રહ્યા છે. આ મહિલાએ એક મૂંગા જીવને બચાવવા માટે પોતાના જીવની પણ ચિંતા ના કરી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણાની જણાવવામાં આવી રહી છે. અહીંયાના એક કુવામાંથી વિશાળ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોની અંદર એક મહિલા કોથળી દ્વારા અજગરને પકડતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિનો અજગર ખેતરમાં બનાવવામાં આવેલા કૂવાની અંદર પડી ગયો હતો, જેના બાદ સાપોને પ્રેમ કરનારી વનિતા બોરાડ અને તેની ટીમે આ અજગરને રેસ્ક્યુ કરી લીધો હતો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે મહિલા ખુબ જ સાવધાની સાથે કુવામાં ઉતરે છે અને અજગરની નજીક પહોંચીને સ્નેક કેચર ટૂલની મદદથી અજગરની પૂંછડી પકડે છે. પરંતુ અજગર તેની પકડમાંથી નીકળી જાય છે. જેના બાદ તે સફેદ રંગનો કોથળી લે છે અને પાણીમાં નાખે છે. તેની સાથે જ અજગર કોથળી તરફ આગળ વધે છે અને ધીમે ધીમે મહિલાની તરફ આગળ વધતા મહિલા તેને કોથળીમાં નાખી દે છે. જેના બાદ બહાર રહેલા લોકો દોરડાની મદદથી કોથળીને બહાર કાઢે છે.

Niraj Patel