બરફ ગોળાની લારી ચલાવતા યુવકના પ્રેમમાં એ હદે પાગલ થઇ 2 બાળકોની માતા કે તેમને રડતા છોડી થઇ ફરાર, પિતા પણ બાળકોને રાખવા તૈયાર નહિ…

બરફ ગોળાની લારી ચલાવતા યુવકના પ્રેમમાં એ હદે પાગલ થઇ 2 બાળકોની માતા કે તેમને રડતા છોડી થઇ ફરાર, પિતા પણ બાળકોને રાખવા તૈયાર નહિ…માસૂમો રડી રડીને બેહાલ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે કોઇ પત્ની તેના પતિને છોડી પ્રેમી સાથે ફરાર થઇ ગઇ તો ઘણીવાર એવું સામે આવે છે કે પત્ની હોવા છત્તાં પ્રેમી તેની પ્રેમિકા સાથે મોજ કરી રહ્યો હોય. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી, જેમાં 2 બાળકોની માતા તેમને છોડી પ્રેમી સાથે ફરાર થઇ ગઇ. આ કિસ્સો બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે. એક મહિલા તેના બોયફ્રેન્ડના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે તે તેના બે માસૂમ બાળકોને છોડીને તેની સાથે ભાગી ગઈ. 5 વર્ષનો દીકરો અને બે વર્ષની દીકરી મમ્મી-મમ્મી કહીને બૂમો પાડી રહ્યા છે જે જોવું એ આંખમાંથી આંસુ લાવી દે તેવું છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

એક દિવસ પછી મહિલાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેના બાળકોને તેના પિતાને સોંપી દેવા જોઈએ. જે બાદ તેણે એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. પરંતુ દુઃખની વાત એ છે કે પિતાએ પણ બાળકોને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં પાડોશીઓ માસૂમ બાળકોની સંભાળ લઈ રહ્યા છે. જણાવી દઇએ કે, એક વર્ષ પહેલા ઉજ્જૈનના દેસાઈ નગરમાં રહેતી એક મહિલાની સોશિયલ મીડિયા પર અભિષેક મૌર્ય નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બંનેની મિત્રતા ક્યારે પ્રેમ અને ગેરકાયદેસર સંબંધમાં કયારે પરિણમી તે ખબર જ ન રહી. બંને લગ્ન કરી સાથે રહેવા માંગતા હતા.

જ્યારે મહિલાના પતિને બંનેના પ્રેમપ્રકરણની જાણ થઈ ત્યારે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ઘણી સમજાવટ પછી પણ તેણે સાંભળ્યું નહીં. આખરે ચાર મહિના પહેલા જ પતિએ તે મહિલાને છૂટાછેડા આપી દીધા. પરંતુ મહિલાના બે બાળકો તેના પ્રેમના માર્ગમાં અવરોધ બની રહ્યા હતા. જેમનો જીવ દાવ પર લગાવી મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઇ. દેસાઈ નગરમાં રહેતી મહિલાના લગ્ન આશરે 7 વર્ષ પહેલા પાનવાસાના યુવક સાથે થયા હતા. પતિ રેલ્વેમાં નોકરી કરે છે. બંનેને એક 5 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી છે. લગભગ એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર મહિલાની અભિષેક મૌર્ય સાથે મિત્રતા થઇ હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

અભિષેક બરફના ગોળાની લારી ચલાવે છે. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પ્રેમસંબંધ બંધાયો. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. પતિ સાથે છૂટાછેડા બાદ મહિલા તેના બાળકો સાથે બોયફ્રેન્ડ અભિષેકના ઘરે રહેવા દેસાઈ નગર આવી હતી. 26 જૂનના રોજ મહિલાની અચાનક તબિયત લથડી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે બાળકોને કહીને ગઈ કે મોટા પપ્પા આવશે અને તમને લઈ જશે. હું હોસ્પિટલ જાઉં છું. મોડી સાંજ સુધી બાળકો ઘરમાં એકલા જ રહ્યા હતા. ઘરની બહાર બંનેને દોડતા અને રડતા જોઈને પાડોશીઓએ બાળકોને પૂછ્યું અને પછી પોલીસને જાણ કરી.

માસૂમને રડતા જોઈ પાડોશીઓ બંને બાળકોને સંભાળવા લાગ્યા. હાલમાં પાડોશી સૂર્ય પ્રકાશ અખંડ અને આશિષ શ્રીવાસના પરિવારના બાળકોની સંભાળ પાડોશીઓ કરી રહ્યા છે. પાડોશીઓએ જણાવ્યું કે, દીકરી તેની માતાને યાદ કરીને દિવસભર રડે છે. બે માસૂમોને છોડીને ભાગી ગયા બાદ પણ મહિલા સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી. જ્યારે પડોશીઓએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર તેનો સંપર્ક કર્યો, ત્યારે તેણે તેને કહ્યું કે બાળકોને તેના પિતાને આપી દો. આ પછી એકાઉન્ટ બ્લોક કરી દીધુ. માતાના ગયા બાદ બાળકોના પિતાએ પણ તેની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે.

Shah Jina