બે બાળકોના પિતાએ ફેસબુક ઉપર ખોટું બોલી અને યુવતી સાથે કરી મિત્રતા, સાથે રહેવા લાગ્યા લિવ ઇનમાં, અને પછી ગર્ભવતી કરીને થઇ ગયો ફરાર

બે બાળકોના બાપ હોવા છતાં પણ યુવકે ફેસબુક પર યુવતીને ફસાવી, લગ્નની લાલચ આપીને રહેવા લાગ્યો લિવઈનમાં. યુવતી ગર્ભવતી થઇ પછી કર્યું એવું કે..

આજે લોકો સોશિયલ  ઉપર વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે, પોતાની આસપાસના લોકો વિશે જેટલું નહીં જાણતા ઓળખતા હોય એટલું તે સોશિયલ મીડિયામાં લોકોને ઓળખે છે, પરંતુ ઘણીવાર સોશિયલ દ્વારા થયેલી ઓળખાણ મુસીબતમાં પણ મૂકી શકે છે. ઘણા લોકો છેતરાયા હોવાનું પણ સામે આવે છે. ખાસ કરીને પ્રેમ સંબંધી મામલામાં આવી છેતરપિંડી હવે વધવા લાગી છે જેનો તાજો જ મામલો હાલ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના રામપુર નિવાસી એક યુવક ઉપર યુવતીએ દગો આપવાનો આરોપ લગાવ્યો છે. યુવકે પરણિત હોવા છતાં પણ યુવતીથી છુપાવ્યું અને મિત્રતા કરી લીધી. લગ્ન કરવાનું વચન આપી અને ચંદીગઢ બોલાવી અને લગભગ એક વર્ષ સુધી તેની સાથે લિવ ઇનમાં રહ્યો. આ દરમિયાન જ યુવતી ગર્ભવતી બની ગઈ.

યુવતીના ગર્ભવતી થયા બાદ યુવક યુવતીને છોડીને તેના ગામ રામનગર આવી ગયો. યુવતીએ અસમમાં તેના માતા પિતાના ઘરે જઈ અને બાળકને જન્મ આપ્યો અને હવે એ દગાબાજ યુવકને શોધતા યુવતી રામપુર પોલીસની પાસે પહોંચી. પોલીસે તે દગાખોર યુવકને પકડી લીધો છે. ત્યારે તે પહેલેથી જ બે બાળકોના પિતા હોવાનો ખુલાસો થયો છે.

યુવતીએ જણાવ્યું કે રામપુરમાં રહેવા વાળો યુવક ચંડીગઢમાં સલૂન ચલાવતો હતો. 2019માં આસામની એક યુવતી સાથે તેનો સંપર્ક થયો. બંને વચ્ચે ફોન ઉપર પણ વાતો થવા લાગી. આરોપ છે કે લગ્ન કરવાનું વચન આપી અને તેને ચંદીગઢ બોલાવી અને લગભગ એક વર્ષ સુધી તેની સાથે લિવ ઇનમાં રહ્યો. આ દરમિયાન જ યુવતી ગર્ભવતી બની ગઈ.લોકડાઉન પણ લાગી ગયું. લોકડાઉનના બહાને યુવક પાછો રામપુર ચાલ્યો ગયો. યુવતીએ તેની ચંડીગઢમાં રાહ જોઈ. યુવકે યુવતીના ફોન ઉઠાવવાના પણ બંધ કરી દીધા.

જેના બાદ હેરાન થયેલી યુવતી આસામમાં પોતાના માતા પિતાના ઘરે ચાલી ગઈ અને ત્યાં બાળકને જન્મ આપ્યો. 6 મહિના સુધી તે યુવકની રાહ જોઈ રહી. જેના બાદ યુવકના આધારકાર્ડમાં આપેલા સરનામાં પ્રમાણે યુવતી બાળક સાથે જ ગુરુવારના રોજ રામપુર પહોંચી. ત્યાં 112 નંબર ડાયલ કરીને બધી જ વાત જણાવી. મહિલા હેલ્પલાઇન દ્વારા બાળકની તબિયત ખરાબ જોઈને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી.

પોલીસે યુવકને તેના ઘરેથી પકડી લીધો. ત્યારે ખુલાસો થયો કે તે પહેલાથી જ પરણિત છે અને બે બાળકોની પિતા પણ છે. જિલ્લા પ્રોબેશન અધિકારી પલ્લવી સિંહના જણાવ્યા પ્રમાણે યુવકના પરણિત હોવાથી દુઃખી થયેલી યુવતી હવે પત્ની તરીકેનો હક ઈચ્છે છે. સાથે રહેવા માંગે છે. પહેલી પત્નીએ તેને રાખવાની ના પાડી દીધી છે.

Niraj Patel