આ છોકરીએ Parle G ના રેપરથી બનાવી દીધી એવી વસ્તુ કે જોઇને વાહ-વાહ કરી રહી છે જનતા- જુઓ વીડિયો

Balenciaga ની નકલ કરવા મહિલાએ પારલે-જી રેપરથી બનાવી દીધુ સ્લિંગ બેગ, વીડિયો જોઇ વિચારમાં પડી ગયા લોકો

Parle G Sling Bag: આજકાલ ફેશનમાં એક નવો ટ્રેંડ છે, જેને ડૂ ઇટ યોરસેલ્ફ એટલે કે DIY કહેવાય છે. આ ના માત્ર મજેદાર શોખ છે, પણ પર્યાવરણને બચાવવાની એક સારી રીત પણ છે. જૂની વપરાયેલી વસ્તુને નવી રીતે બનાવી પૈસા બચાવવા સાથે સાથે લોકો ક્રિએટિવ પણ બની રહ્યા છે. આવું જ કંઇક એક કંટેંટ ક્રિએટર શ્વેતા મહાદિકે કર્યુ, જે લાજવાબ અને ઇનોવેટિવ DIY ક્રિએશંસ માટે સોશિયલ મીડિયા પર જાણિતી છે.

પારલે-જીના રેપરથી છોકરીએ બનાવી દીધુ સ્લિંગ બેગ

હાલમાં જ તેણે પારલે-જી બિસ્કીટ રેપરમાંથી સ્ટાઇલિશ સ્લિંગ બેગ બનાવી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ખરેખર, શ્વેતાનો આ આઈડિયા અદ્ભુત છે. તે લક્ઝરી બ્રાન્ડ Balenciaga ની લેજ બેગથી ઇન્સ્પાયર થઈ. વીડિયોની શરૂઆતમાં તે પારલે-જીનું ખાલી પેકેટ કાપતી અને બે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક શીટ્સમાં મૂકી સિલાઈ કરતી જોવા મળી. આ પછી તે બેગની બોર્ડર પર રેડ કપડું અને ચેન પણ લગાવે છે. બેગ તૈયાર થયા પછી તે તેની રચનાત્મકતા બધાને બતાવે પણ છે.

તમે એક DIY દેવી છો…

વીડિયો શેર કરતી વખતે શ્વેતાએ કેપ્શનમાં લખ્યું, “મને વિચિત્ર વસ્તુઓ ખૂબ ગમે છે.” ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ‘બિસ્કિટ ખાઓ અને અનોખી ફેશન બનાવો.’ અત્યાર સુધીમાં આ પોસ્ટને હજારો લાઈક્સ અને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે, તમે કેટલા શાનદાર દેખાઓ છો. તો બીજાએ લખ્યું, “તમે ખરેખર અદ્ભુત છો.”

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તો અન્ય એકે લખ્યું- કોઈ શબ્દો નહીં…તમે DIY દેવી છો.” તો બીજાએ કહ્યું, “તમે જાદુગર છો.” આમ જ બનાવતા રહો અને સરપ્રાઈઝ કરતા રહો. જણાવી દઇએ કે, શ્વેતાના ઇન્સ્ટાગ્રામ પર 840kથી વધારે ફોલોઅર્સ છે અને તે નિયમિત રૂપથી આવા શાનદાર અને ટ્રેન્ડી DIY વીડિયો પોસ્ટ કરતી રહે છે, જે અપસાઇક્લિંગના પ્રતિ તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Mahadik (@shwetmahadik)

Shah Jina