માંગરોળમાં 8 વર્ષની દીકરી સાથે પરણિતા ગુમ, સુસાઈડ નોટમાં કર્યો કંટાળી પાણીમાં કૂદી….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, ઘણીવાર બીમારી, તો ઘણીવાર પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે આપઘાત કરતી હોય છે. હાલમાં માંગરોળ તાલુકાના તરસાડીમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. પંડવાઈ રોડ પર આવેલ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતી 32 વર્ષીય પરણિતા તેની 8 વર્ષની દીકરીને લઈને તારીખ 24ના રોજ સાંજે અચાનક ઘર છોડીને જતી રહી હતી અને તે બાદ નોકરીએથી પરત ફરેલા પતિને તેના મોટા પુત્રએ મમ્મી ઘરમાં ન હોવાની જાણ કરી હતી. જે બાદ તેની શોધખોળ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી અને તેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, તે પોતાના શરીરથી કંટાળી ગઇ છે અને તે તેની પુત્રીને લઈને પાણીમાં કૂદવા જઇ રહી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પોતાના અને પુત્રીના મેત પાછળ કોઈ પણ જવાબદાર નથી તેણે એવું પણ જણાવ્યું છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રકાશકુમાર પટેલ તેમની પત્ની ભૂમિકા, મોટો દીકરો વૃષભ અને નાની દીકરી ત્રીશા સાથે રહે છે. પ્રકાશકુમાર કરંજ ખાતે આવેલી શાહલોન કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે તેઓ 24 તારીખના રોજ સાંજે 7.30 વાગ્યાના અરસામાં નોકરીથી પરત આવ્યા ત્યારે તેમના દીકરા વૃષભે જણાવ્યું કે મમ્મી અને ત્રીશા બંને સાંજે 5 વાગ્યા આસપાસ ઘરેથી બજારમાં ગયા હતા અને વધારે સમય થઇ ગયો છત્તાં પણ તેઓ હજુ સુધી ઘરે પરત આવ્યા નથી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ પ્રકાશકુમાર પત્નીને શોધવા સંબંધી અને સાસુ સસરાને ત્યાં ફોન કરી તપાસ કરી, જો કે તેમ છતાં પણ તે મળી આવી નહોતી. તે બાદ તેમણે ઘરમાં ટીવીના શોકેશના કાચ ઉપર એક કાગળ પડેલો જોયો અને તેમાં ભૂમિકાએ પુત્રીને સાથે લઈ પાણીમાં કૂદી સુસાઈડ કરવા જઈ રહી હોવાનું જણાવ્યુ હતુ. આ મામલે પ્રકાશકુમાર દ્વારા પત્ની અને પુત્રી ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ તો પોલિસ પરણિતા અને તેની પુત્રી બંનેની શોધખોળ કરી રહી છે. ઘરેથી નીકળ્યા પછી ભૂમિ જે સોસાયટીમાં પસાર થઈ હતી તે સોસાયટીના રહીશોએ તેને પુત્રી સાથે ચાલતી જોઇ હતી.

પ્રતિકાત્મક તસવીર

નગરમાં લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતા તેમાં પણ તે જોવા મળી હતી. તેણે સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, હું મારી જાતે મારા શરીરથી કંટાળીને આ પગલું ભરી રહુ છું. મારી જાતે અને મારી મરજીથી મારે મરી જવું છે. મારી ત્રીશા મારા વગર રહેતી નથી અને મને કોઈના પર વિશ્વાસ નથી. એટલે હું એને મારી સાથે મારી નાંખવું યોગ્ય સમજુ છું.આ ઉપરાંત તેણે એવું પણ લખ્યુ હતુ કે, મારુ કોઈ કરે એમ નથી. સુસાઇડ નોટ પ્રમાણે તે છેલ્લા એક વર્ષથી બીમાર હતી. તેણે લખ્યુ ત્રીશા વખતે સિઝર થયુ, ઓપરેશન કરાયુ ત્યારે મેં જોયુ કે કોઇ મારુ કરે એમ નથી. તેણે તેના દીકરાને લઇને લખ્યુ કે, વૃષભનું ધ્યાન રાખજો અને તેને ભણાવ જો.

પ્રતિકાત્મક તસવીર

આ ઘરમાં મારી જે કંઈ પણ વસ્તુ છે તે કોઈને ના આપતાં. બસ મારા બધા સોના પર વૃષભનો અધિકાર રહેશે. હું આ ઘરમાંથી કંઈ લઈ જતી નથી. પકા તારુ કંઈ જ લીધુ નથી. બસ મારા ભગવાનની મૂર્તિ અને ત્રીશાને લઈને પાણીમાં કોઈ જગ્યાએ જતી રહીશ. આગળ તેણે સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, માતાજી કરેને મારી લાશ પણ તમને કોઈને ન મળે. તેણે કહ્યુ કે, તમારા કોઈ કપડા કે મારા મમ્મી પપ્પાના કોઈ કપડા પહેરી કે ઓઢીને જવું નથી. તેના કરતાં તો મારી લાશને પાણીમાં માછલાને જંતુઓ ખાઇ જાય. તેણે લખ્યુ કે, મારી જે કંઈ ક્રિયા કરો તે કોસંબાના ઘરમાંથી કરજો, રણકપુરથી નહીં.

પ્રતિકાત્મક તસવીર

તેણે આગળ લખ્યુ હતુ કે, મને જીતા જીવ ખૂબ બદનામ કરી હવે મરી ગયા પછી છેલ્લી ઈચ્છા ધરાવી વિનંતી કરું છું. મને બદનામ ના કરતાં. મે કોઈ ખોટા કામ કર્યા નથી અને જીવનની ભૂલચૂક માફ કરજો. પકા તુ તારી જીંદગી શાંતિથી નવેસરથી જીવજે.આ પછી તેણે તેની મમ્મીને ઉલ્લેખીને કહ્યુ કે, મમ્મી હું મારી મરજીથી આ પગલું ભરુ છે. પકા કે બીજા કોઈને જવાબદાર ન ઠેરવવા. મારા ગયા પછી હંગામો ના કરતા. પપ્પા મમ્મીનું ધ્યાન રાખજો અને મારી પાસે મારુ સોનુ અને પૈસા હતાં તે અનાથ બાળકોને ભણવા અને ખાવા પીવા માટે મે મારી ત્રીશા પાછળ જાતે જ દાન કરી દીધા છે. મારી અને મારી દીકરીની કોઈપણ ક્રિયામાં મારા ઘરના દરવાજે પારૂલને લાવતા નહીં. આ મારી છેલ્લી ઈચ્છા છે. ધ્યાની અને પથુને મારી ખુબ બધી યાદ.

Shah Jina