BMW કાર માં આવેલી મહિલા એ કર્યું શરમજનક કામ , જુઓ એવું તો શું કર્યું?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચોર ગરીબ હોય છે. એટલા માટે જ્યારે કોઈ BMW કાર પરથી ઉતરીને ચોરી કરે છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. નોઈડામાં એક દુકાનની બહાર ડેકોરેશન માટે રાખવામાં આવેલી ફુલદાની મધ્યરાત્રિએ એક મહિલા BMW કારમાં ચોરી કરી ગઈ હતી. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 25મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ બની હતી. મહિલા BMW કારમાંથી નીચે ઉતરે છે અને ફુલદાની ચોરી કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

આ ઘટનાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે રાત્રે 12 વાગ્યે એક મહિલા BMW કારમાં આવે છે અને સોસાયટીના મુખ્ય દરવાજા પાસે કાર પાર્ક કરે છે. પછી તે કારમાંથી નીચે ઉતરે છે, દુકાનની સામે રાખેલ ફૂલદાની ઉપાડે છે, કારમાં મૂકે છે અને જતી રહે છે. આ દરમિયાન કેટલાક લોકો રસ્તા પર પણ દેખાય છે.પરંતુ મહિલાએ તેની પરવા નહોતી કરી કે લોકો તેને જોઈ રહ્યા છે.

સચિન ગુપ્તા નામના એક ટ્વિટ્ટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. ગઈકાલે બપોરે શેર કરાયેલા આ વીડિયોને પચાસ હજારથી વધુ લોકોએ જોયો છે. ઘણા લોકોએ મહિલાની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું, “વાહ, આ કેવા પ્રકારની સંપત્તિ છે? લાખો કરોડની કાર ખરીદી શકે છે, પરંતુ 100 રૂપિયાની ફુલદાની ખરીદી શકતા નથી.” અન્ય એક યુઝરે લખ્યું, “BMW ડ્રાઈવરો પણ આવું કરે છે, તેમને શરમ આવવી જોઈએ.” એક યુઝરે ચેતવણી આપી અને લખ્યું કે, ‘હવે BMWમાં પણ ચોર આવે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ પહેલા પણ ઘણી વખત થઈ ચૂક્યું છે.’

Devarsh