‘સલમાન ખાનને નહિ છોડું…’ સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને મળી ધમકી; જાણો કોણ છે એ વ્યક્તિ

ઉત્તર પ્રદેશના નોઈડાના 20 વર્ષીય વિદ્યાર્થીની 29 ઓક્ટોબરે સવારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને NCP નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આરોપીએ શુક્રવારે સાંજે મુંબઈના બાંદ્રા ઈસ્ટ મત વિસ્તારના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીના જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઝીશાન સિદ્દીકી અને સલમાન ખાન બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા શુક્રવારે ઝીશાન સિદ્દીકી તાજેતરમાં અજિત પવારની આગેવાની હેઠળની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયો હતો.

જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના મંત્રી બાબા સિદ્દીકીની નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે તેમના ધારાસભ્ય પુત્રની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકાર્યા બાદ માસ્ટરમાઇન્ડને પકડવા માટે તપાસ ચાલી રહી છે.

Shah Jina