આજના સમયમાં પણ લોકો ભૂત-પ્રેત અને અંધવિશ્વાસ જેવી બાબતોમાં વિશ્વાસ કરે છે.અંધવિશ્વાસ અને મંત્ર-તંત્રને લગતા ઘણા કિસ્સાઓ આપણા દેશમાં બનતા આવ્યા છે. પણ તાજતેરમાં જ આવો જ એક કિસ્સો કુવૈતમાંથી સામે આવ્યો છે, જેને જાણીને લોકો પણ હેરાન રહી ગયા છે.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).
અહીંની એક મહિલાને જીન્નથી છુટકારો મળેવવાના હેતુથી 30,000 દીનાર એટલે કે 73 લાખ રૂપિયાથી હાથ ધોવા પડ્યા હતા. મળેલી જાણકારીના આધારે આ મહિલાની ઉંમર 37 વર્ષની છે પણ તેની સાચી ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.
મળેલી જાણકારીના આધારે પીડિત મહિલાને અન્ય બે મહિલાઓએ મળીને માયાજાળમાં ફસાવી અને વિશ્વાસ અપાવ્યો કે તેના શરીર પર એક જીન્નનો કબ્જો છે, અને તેનાથી છુટકારો મેળવવા માટે તેને તાંત્રિકની મદદ લેવા માટે પણ કહ્યું હતું, અને પીડિતાને 73 લાખ રૂપિયાની દગાખોરી થઇ હતી.
પોતાની સાથે થયેલા આ દગાથી પીડીતાએ મામલો પોલીસમાં દર્જ કરાવ્યો છે અને અમુક દસ્તાવેજ પણ જમા કરાવ્યા હતા જેનાથી એ સ્પષ્ટ થયું હતું કે પીડીતાએ તાંત્રિક મહિલાઓને બેન્ક ટ્રાન્સફર દ્વારા 25,0580 અને 4,000 દીનાર કૈશ આપ્યા હતા. પોલીસે બંન્ને મહિલાઓને પુછપરછ માટે નોટિસ મોકલી છે અને આગળની તપાસ કરી રહી છે.
જો કે ભારતમાં પણ જીન્નના નામે લોકોને લૂંટી લેવાના કિસ્સાઓ થતા રહે છે. અમુક મહિનાઓ પહેલા જ પોલીસે ઈંદૌરમાંથી આવા જ એક તાંત્રિકની ધરપકડ કરી હતી, જે કાળા જીન્ન પાસેથી નોટ ડબલ કરી આપવાનો દાવો કરતો હતો.
આ તાંત્રિક લોકોને એવું કહીને વિશ્વાસ અપવાતો હતો કે તમે અમુક જ દિવસોમાં લાખોપતિ અને કરોડપતિ બની જશો. આ સિવાય તે લોકોની બીમારીઓ દૂર કરવાનો પણ દાવો કરતો હતો અને બદલામાં લાખોની રકમ ઠગી લેતો હતો. જો કે પોલીસ દ્વારા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.