ભાવનગરના સિદસર ગામની મહિલાનું અમરનાથના દર્શન બાદ ગુફાની બહાર જ મોત…જાણો શું છે મામલો

Bhavnagar Woman Died : હાલ તો અમરનાથ યાત્રા ચાલી રહી છે અને થોડા દિવસ પહેલા ખરાબ હવામાનના કારણે યાત્રા અટકાવી પણ દેવાઇ હતી. ત્યારે ફસાયેલા ગુજરાતીઓનો વીડિયો વાયરલ થયો હતો અને એવા પણ સમાચાર હાલમાં આવ્યા હતા કે અમરનાથ યાત્રામાં એક ગુજરાતીનું મોત થયું. જ્યારે આવા વધુ એક સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના સિદસર ગામની મહિલાનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું છે.

Image Source

હાર્ટ એટેકને કારણે થયુ મોત
શિલ્પાબેન ડાંખરા કે જેઓ ખાનગી ટ્રાવેલ્સમાં અમરનાથ યાત્રા માટે ગયા હતા તેમનું અમરનાથના ગુફામાં દર્શન કર્યા બાદ બહાર નિકળતા જ હાર્ટ એટેકને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. સીદસરના મેઘાનગરમાં રહેતા 44 વર્ષિય શિલ્પાબેન ડાંખરા તેમના સંબંધીઓ અમે ફોઇ સાથે આશરે 11 દિવસ પહેલા ભાવનગરથી અમરનાથ ખાતે યાત્રા કરવા ગયા હતા. જો કે, બે દિવસ પહેલા ખરાબ વાતાવરણને કારણે બે દિવસ યાત્રા રોકાઇ અને પછી યાત્રા પુન: શરૂ થઇ. ત્યારે શિલ્પાબેન 11 જુલાઇના રોજ રાત્રે 8 વાગ્યા આસપાસ બાબા અમરનાથના દર્શન કરી પરત નીચે ઉતરતા હતા તે સમયે જ ગુફાની બહાર પાતળી હવાના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત થયુ.

Image Source

શ્રદ્ધાળુઓ અને પરિવારમાં ભારે શોકની લાગણી
શિલ્પાબેનના મોત બાદ સાથે ગયેલા શ્રદ્ધાળુઓ અને પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. હાલ તેમના મૃતદેહને શ્રીનગર ખાતે પી.એમ માટે લઈ જવામાં આવ્યો છે અને પછી તેમના વતન ભાવનગર ખાતે પ્લેન મારફતે લઇ જવામાં આવશે તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરાના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય રાજેન્દ્ર ભાટીયા પણ અસહ્ય ઠંડીનો સામનો ન કરી શકતા થોડા દિવસ પહેલા મોતને ભેટ્યા હતા. તેઓ પણ બાબા અમરનાથની યાત્રાએ ગયેલા હતા.

Shah Jina