કહેવામાં આવે છે કે ભાગ્ય કોનું ક્યાં અને ક્યારે ચમકાઈ જાય એ કઈ કહી ન શકાય. એવી જ એક ઘટના થાઈલેન્ડની એક ગરીબ મહિલા સાથે બની છે. તેનું ભાગ્ય અચાનક જ બદલાઈ ગયું અને તે લાખો કરોડો રૂપિયાની માલિક બની ગઈ.
મળેલી જાણકારીના આધારે Kodchakorn Tantiwiwatkul નામની મહિલાએ લોકલ માર્કેટમાંથી 70 ભાટ એટલે કે 163 રૂપિયાના સી સ્નેલ(એક જાતનું સમુદ્રી ફૂડ) ખરીદ્યા હતા. જ્યારે તે ઘરે જઈને તેને રાંધવા માટે કાપી રહી હતી તો તેમાંથી તેને એક વિચિત્ર વસ્તુ જોવા મળી.
જે એક નારંગી રંગના પથ્થર સમાન હતી. જો કે પહેલા તો તેને એવું જ લાગ્યું કે આ કોઈ મામૂલી પથ્થર છે પણ બાદમાં તેને માલુમ પડ્યું કે આ કોઈ સામાન્ય પથ્થર નથી પણ તે 1.5 સેન્ટિમીટર નો એક ઓરેંજ પર્લ(મોતી) છે.આ પર્લ ખુબ જ દુર્લભ હોય છે અને તે ખુબ મુશ્કેલથી મળે છે.
મહિલાને આ પર્લ 30 જાન્યુઆરીના રોજ મળ્યો હતો પણ તેણે આ જાણકારી તાજેતરમાં રજૂ કરી છે. તેણે જણાવ્યું કે તેની માં ને કેન્સરની બીમારી છે અને તેના ઈલાજ માટે તેને આ પર્લ વેંચવાની જરૂર છે.
મહિલાને એક બિઝનેસમેન દ્વારા મોતીની કિંમત 21 લાખ રૂપિયા લગાવી હતી પણ પરિવારના લોકોએ આટલી કિંમતે વેંચવાની ના કહી દીધી કેમ કે તેઓને લાગે છે કે તેની કિંમત કરોડોમાં છે.
જણાવી દઈએ કે આ મોતી નારંગી અને ભૂરા રંગના હોય છે જેની કિંમત કરોડો સુધીની હોય છે. જે વુલતિદે તરીકે ઓળખાતા એક સમુદ્રી સીપમાં મળી આવે છે. આ સીપ મોટાભાગે મ્યાનમારના તટથી લઈને દક્ષિણ ચીન સાગર અને અંડમાન સાગરમાં મળી આવે છે. અમુક મહિનાઓ પહેલા એક અન્ય માછીમારને 99 રૂપિયાના એક સમુદ્રી સીપમાંથી 70 લાખનું મોતી મળ્યું હતું.