અરે બાપ રે… મેકડોનાલ્ડે આ છોકરીનો ઓર્ડર કેન્સલ કર્યો તો બારીમાંથી ઘુસી ગઈ કિચનમાં અને પોતાની જાતે જ તૈયાર કર્યું ફૂડ, વીડિયો વાયરલ

આ છોકરીએ તો ભારે કરી, ભૂખ લાગી તો ઓર્ડર કર્યો, અને કેન્સલ થયો તો બારીમાંથી કૂદકો મારીને ઘુસી ગઈ રસોડામાં અને પછી જે કર્યું તે.. જુઓ વીડિયો

આજે મોટાભાગના લોકો ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરે છે, ઘણીવાર જો ડિલિવરી બોય ડિલિવરી આપવામાં મોડા પડી જાય તો ગ્રાહકો તેમની સાથે હોબાળો મચાવતા પણ જોવા મળતા હોય છે. આવી ઘટનાઓના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ જ અજીબો ગરીબ છે. આ વાયરલ વીડિયોમાં એક યુવતી મેકડોનાલ્ડના કિચનમાં ઘૂસીને ખાવાનું બનાવી રહી છે.

જો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન ફૂડ ઓર્ડર કર્યો હોય અને ડિલિવરી કંપની તેને કેન્સલ કરે તો તમે શું કરશો ? આ સવાલના જવાબનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પહેલા તેને Tiktok પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, બાદમાં તેને YouTube સહિત ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા મેકડોનાલ્ડ્સમાં ફૂડ ઓર્ડર કરે છે અને તેનો ઓર્ડર કેન્સલ થઈ જાય છે.

આ પછી મહિલા પોતે બારીનો સહારો લઈને રસોડામાં પહોંચી અને પોતાના માટે ફૂડ બનાવવા લાગે છે. આ વીડિયો જોઈને લોકો હસી રહ્યા છે. ઉપરાંત, ઘણા યુઝર્સ તેના આ પ્રયાસની પ્રશંસા અને વખાણ કરી રહ્યા છે. આ એક ફાસ્ટ-ફૂડ કંપનીના ડ્રાઇવ થ્રુ આઉટલેટનો મામલો છે. આમાં, એક મહિલા ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે જોડાય છે અને પોતાના માટે ટેક-વે ઓર્ડર કરે છે.

આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું તે ફૂડ બનાવવામાં સફળ રહી હતી. આ ટૂંકા વિડિયોમાં ગુલાબી ડ્રેસમાં એક મહિલા મેકડોનાલ્ડના કર્મચારીઓ પાસેથી ફૂડ માંગે છે. રેસ્ટોરન્ટ સ્ટાફ તેમને કહે છે કે તેઓ ગ્લોવ્ઝના અભાવે ખાવાનું બનાવી રહ્યા નથી. તેથી તેમનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. આ પછી મહિલાએ પોતે મોરચો સંભાળી લીધો.

મહિલા મેકડોનાલ્ડના રસોડામાં પ્રવેશતાની સાથે જ તેણે ત્યાંના સ્ટાફને રસોઈ બનાવવાની પરવાનગી માંગી. આ મારો પહેલો દિવસ છે અને હું કપડાં વિના આવી છું, આ માટે તમે જવાબદાર નથી. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઘણા લોકો હસવાનું રોકી શક્યા નથી. મહિલા ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ફૂડ બનાવે છે, પોતાના માટે ટેક-અવે ઓર્ડર તૈયાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel