બિહારમાં હાઈવોલ્ટેજ ડ્રામાં: મિસ્ડ કોલથી થયો પ્રેમ, સાથે જીવવા મરવાની ખાધી કસમ, પછી જે થયું એ..

રોજિંદા જીવનમાં એવી ઘણી ઘટનાઓના કિસ્સાઓ સાંભળવા કે જોવા મળતા હોય છે. જે અમુક ભયાવહ, અમુક રમુજી તો અમુક હેરાન કરી દેનારા હોય છે. એવો જ એક મામલો હાલ સામે આવ્યો છે. ત્યાં એક યુવતીએ રસ્તા વચ્ચે જ હલ્લો મચાવવાનું શરૂ કરી દીધું હતું, અને લોકોની મોટી ભીડ પણ જમા થઇ ગઈ હતી. યુવતીએ કલાકો સુધી રસ્તા વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામાં કર્યો હતો, જેના પછી તેને ત્યાંથી હટાવામાં આવી હતી.

વાત કંઈક એવી છે કે સહાયક થાણા ક્ષેત્રના તેજા ટોલાની રહેનારી સુચિત્રા નામની યુવતીનું કહેવું છે કે તેને હવાઈ અડ્ડા ચોકના રહેનારા દશરથ નામના યુવકનો મિસ્ડ કોલ આવ્યો હતો, આ એક મિસ્ડ કોલથી બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ અને ધીમે ધીમે બંને વચ્ચે રોજ વાતચીત શરૂ થઇ હતી. અમુક સમય પછી બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઈ હતી અને દશરથે સુચિત્રા સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. બે વર્ષ સુધી તો બધું સારી રીતે ચાલતું રહ્યું પણ અચાનક જ બંને વચ્ચે દરાર આવી ગઈ.

પ્રતિકાત્મક તસવીર

સુચિત્રાનું કહેવું છે કે દશરથે તેની સાતે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ સાથે જીવવા મરવાની કસમ પણ ખાધી હતી અને હવે દશરથ આ વાતથી મુકરી ગયો છે અને તેને દગો આપ્યો છે અને લગ્ન માટે ઇન્કાર કરી રહ્યો છે. આ વાતથી નારાજ સુચિત્રાએ રસ્તા પર હલ્લો મચાવવાનું શરૂ કરી દીધું હતું. સુચિત્રાએ કહ્યું કે તે ફરિયાદ લઈને પોલીસ થાણામાં પણ પહોંચી હતી પણ તેઓએ મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો માટે તે દશરથના ઘરની પાસે પહોંચી અને ત્યાં રસ્તા વચ્ચે હલ્લો મચાવ્યો હતો. આ સિવાય સુચિત્રાએ દશરથ પર યૌન શોષણ અને ધમકીઓ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

સુચિત્રાએ કહ્યું કે દશરથનો ભાઈ પોલીસ છે માટે તે ધમકીઓ આપે છે.જ્યારે દશરથના પરિવારનું માનવું છે કે સુચિત્રાના તમામ આરોપ ખોટા છે અને તે ખોટું બોલી રહી છે, તે માત્ર  દશરથને બદનામ કરી રહી છે અને તેઓ પોલીસમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવશે, જો કે પોલીસને બંનેમાંથી કોઈના પણ તરફથી ફરિયાદ મળી નથી, ફરિયાદ મળવા પછી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરશે. જણાવી દઇએ કે, આ મામલો બિહારના કટિહાર જિલ્લામાંથી સામે આવ્યો છે.

Krishna Patel