રાજકોટમાં નણંદ અને દિયરના લગ્ન પ્રસંગ દરમિયાન ભાભીનું વીજ કરંટ લાગતા મોત, લગ્નના ગીતોને બદલે ગવાયા મરશિયા

લગ્નના દિવસે જ ઘરમાં એવું બન્યું કે વાંચીને તમારી આંતરડી કકળી ઉઠશે, ઓમ શાંતિ ઓમ શાંતિ….

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ઘણીવાર એવું બને છે કે ઘરમાં કોઇ પ્રસંગ દરમિયાન જ કોઇ સંબંધીનું કે ઘરના વ્યક્તિનું મોત થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જાય છે. ‘ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું’ છે આ કહેવત રાજકોટના ગોંડલના દાળીયા ગામે યથાર્થ થવા પામી છે.

પરિવારના આંગણે દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગનો ધમધમાટ ચાલી રહ્યો હતો તે સમયે જ સ્નાન કરવા માટે ગયેલ પરિણીતાને હીટર દ્વારા વીજ કરંટ લાગ્યો હતો અને આ કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પરણિતાના મોત બાદ લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો અને લગ્નના ગીતોને બદલે મરશિયા ગવાયા હતા.

File Pic

લગ્નપ્રસંગ દરમિયાન પરણિતાનું મોત

પ્રાપ્ત જાણકારી અનુસાર, દાળીયા ગામે રહેતા ભાવનાબેનના નણંદ અને દિયરના લગ્ન પ્રસંગ લેવાના હતા અને મહેમાનોના કલરવ વચ્ચે બધા લગ્નની ધામધૂમથી તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ભાવનાબેન સ્નાન કરવા માટે જેવા બાથરૂમમાં ગયા તો પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા તેમનું પળભરમાં મોત નીપજ્યુ. ઘટના બાદ લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પણ લગ્ન લેવાઈ ગયેલા હોવાને કારણે દિયરની જાનને પટેલ પરિવારે કાળજા પર પથ્થર મૂકી રવાના કરી હતી.

File Pic

જ્યારે નણંદની જાન આવતા ટૂંકમાં લગ્ન પ્રસંગ પૂરો કરવા વિધિ કરવામાં આવી હતી. મૃતક નણંદ અને દિયરના લગ્નને લઇને ખૂબ ઉત્સાહિત હતા પણ તેમનું અકાળે અવસાન થતાં પટેલ પરિવાર સાથે સાથે વિસ્તાર પણ શોકમગ્ન બન્યો હતો. ત્યારે પરણિતાનું મોત થતા એક પુત્ર અને એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

Shah Jina