રીલ્સની દીવાનગી તો જુઓ…છોકરીએ જાન જોખમમાં નાખી રેલવે ટ્રેક પર કર્યો ડાંસ- વીડિયો થયો વાયરલ

રીલ બનાવવા માટે રેલવે ટ્રેક પર મસ્તીમાં ડાંસ કરી રહી હતી છોકરી, જોઇ ગુસ્સે ભરાયા લોકો, કહી એવી વાત કે…

Girl Dance Video On Railway Track : સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યુઝ લાવવા માટે આજ કાલ લોકો ક્યાંય પણ રીલ્સ બનાવવા લાગી જાય છે, પછી તેમાં તેમના જીવને ખતરો પણ કેમ ના હોય. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાડી પહેરેલી એક યુવતીને રેલવે ટ્રેક પર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ વીડિયો લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.

અવનિકારિશ નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં યુવતી રેલવે ટ્રેકની વચ્ચે ઊભી રહીને ડાન્સ કરતી જોઈ શકાય છે. જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, લોકો ખૂબ ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોએ પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

વીડિયોમાં હરિયાણવી ગીત પર યુવતીને રેલવે ટ્રેક પર ડાંસ કરતી જોઈ શકાય છે. પહેલા તે રેલવે ટ્રેક પર બેઠી હોય છે અને પછી ઊભી થઇ ડાન્સ કરવા લાગે છે. જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી ઘણા લોકો આ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

મુંબઈ પોલીસને ટેગ કરતા એક યુઝરે લખ્યું, ‘મુંબઈ પોલીસે આ ખતરનાક કામ માટે એફઆઈઆર નોંધવી જોઈએ.’ અન્ય યુઝરે કહ્યું, ‘તે બિલકુલ સુરક્ષિત નથી. પહેલાથી જ રેલ્વે ટ્રેક પર અકસ્માતને લગતા સમાચાર છે અને તમે લાઇક માટે આ કરી રહ્યા છો. બહુ ખરાબ.’ એક બીજા યુઝરે કહ્યું, ‘અવનીજી, રેલવે ટ્રેક પર આવો વીડિયો બનાવવો ગેરકાયદેસર છે. કૃપા કરીને નિયમોનું પાલન કરો.

 

View this post on Instagram

 

A post shared by Avnikarish Avnikarish (@avnikarish)

Shah Jina