અમદાવાદ : પતિ સાળી સાથે ગંદી હરકતો કરતો, સાસરિયાઓ બાળક ન રહેવા બાબતે મારતા મેણા, મગજ બરાબર નથી એમ ચાલતુ કહી ભુવા પાસે લઇ ગયા અને પછી એવું થયુ કે…

અમદાવાદઃ પતિના સાળી સાથે શરીર સંબંધો, જાહેરમાં અડપલાં કરતો; પત્ની ભુવા પાસે જતા ન થવાનું થયું

Jija and Sali Affair: ગુજરાતમાંથી ઘણીવાર પરણિતા પર અત્યાચારના મામલા સામે આવે છે, પણ હાલમાં અમદાવાદમાં જે મામલો સામે આવ્યો છે તેમાં એક પરણિતાએ તેના સાસરિયાઓ સામે અને ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ મહિલાનો પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો અને પરણિતાની બહેન તેના ઘરે આવી હોય ત્યારે અડપલા કરી તેની સાથે ગંદી હરકતો કરતો. આ ઉપરાંત આરોપી પતિ તેની પત્નીને ભુવા પાસે લઈ જતો અને ભુવાજી આ પરિણીતાને લાફા મારતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પતિ અને સાસરિયાઓ આપતા પરણિતાને માનસિક અને શારિરીક ત્રાસ
ત્યારે આ બધી બાબતોથી કંટાળી પરિણીતાએ પોલિસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી પોલિસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. અમદાવાદમાં રહેતી 35 વર્ષીય મહિલા કે જે ટ્યુશન ક્લાસિસ ચલાવે છે તેના લગ્ન વર્ષ 2013માં વડોદરા ખાતે થયા હતા. વર્ષ 2016માં મહિલાના પતિએ મકાનની લીધેલી લોન ના હપ્તા ભરવા માટે સસરા પાસેથી રૂપિયા લઈ આવવાનું કહી ઝઘડો કર્યો અને પછી ટ્યુશન ક્લાસિસ ચલાવી રૂપિયા લાવવા દબાણ કરવા લાગ્યા.

સાળી સાથે પણ કરતો ગંદી હરકતો
આ ઉપરાંત પરણિતાના સાસરીયાઓ બાળક ન રહેવા બાબતે મેણા મારતા અને કહેતા કે ઘરમાં તારી કોઈ જરૂર નથી. પતિએ તો તેને મરી જવા માટે સુસાઇડ નોટ લખવાનું પણ કહ્યું હતું. જો કે, મહિલાની નાની બહેન જ્યારે તેના ઘરે આવે ત્યારે તેનો પતિ તેને અડપલાં કરતો, અને આડાસંબંધ રાખતો હતો તેમજ ગંદી હરકત કરતો. જે બાદ મહિલાએ તેની નાની બહેનને પિતાના ઘરે મોકલી દીધી. એક દિવસ મહિલાના સાસરિયાઓએ તેને કહ્યુ કે તારું મગજ બરાબર ચાલતું નથી અને પછી તેને ભુવા પાસે લઈ ગયા અને ભુવાએ મહિલાને ગાલ પર લાફા માર્યા.

ભુવા પાસે લઇ જઇ ગાલ પર મરાવ્યા લાફા
જો કે, એકવાર નહિ પણ અવાર નવાર પરણિતાનો પતિ તેને ભુવા પાસે લઈ જતો અને જો મહિલા ના પાડે તો હું ખાવા પીવાનું બંધ કરી દઈશ, તેવી ધમકી આપતો. જો કે, જ્યારે મહિલા ભુવા પાસે જાય ત્યારે તે તેને લાફા મારતો અને અવારનવાર મારી નાખવાની ધમકી આપી પૈસાની માંગ કરી પતિએ આડાસંબંધો રાખી ભુવાજી પાસે લઈ જઈ ત્રાસ આપતા આખરે કંટાળી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Shah Jina