એક તરફ દેશ કોરોના સમયે લડત લડી રહ્યો છે તો બીજી તરફ કેટલીક દુર્ઘટનાઓમાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ઘણા બધા પરિવારો અત્યારે મોટા મોટા સંકટોનો સામનો કરી રહ્યો છે, હાલ એવી જ એક હૃદય કંપાવી દેનારી ખબર સામે આવી છે, જેમાં વહુ ટીવી ચાલુ કરવા ગઈ ત્યારે તેને અચાનક કારણે લાગી ગયો હતો અને તેને બચાવવા માટે સસરા આવ્યા તો તેમને પણ ક્રાંતે પોતાની ચપેટમાં લઇ લીધા. આ દર્દનાક ઘટનાની અંદર સસરા અને વહુ બંનેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બની છે ઝારખંડના ધનબાગમાં. જ્યાં પુત્રવધુને બચાવવા માટે એક સસરાએ પોતાનો જીવ આપી દીધો. ટીવી ચાલુ કરવા ગયેલી વહુને લાગેલા કરંટના કારણે વહુ તરફડીયા મારી રહી હતી ત્યારે સસરાએ પોતાના જીવની ચિંતા કર્યા વગર જ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરિણામ ગંભીર આવ્યું અને પુત્રવધુ તેમજ સસરા બન્ને મોતને ભેટ્યા.
આ ઘટના મંગળવાર સવારની છે. મૃતકની ઓળખ 70 વર્ષીય સસરા ચમર પાસી અને 35 વર્ષીય પુત્ર વધુ ગુડિયા દેવીના રૂપમાં કરવામાં આવી છે. પોલીસ પંચનામું કરીને સસરા અને વહુના શબને પોસ્ટમોર્ટમ માટે ધનબાદ એસએનએમએમસીએચ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પણ શોકનું વાટવાં છે. ગુડિયા દેવીને ત્રણ નાના નાના બાળકો પણ છે.

તો આ બાબતે પોલીસના જણાવ્યા અનુસાર સવારે 7.30 કલાકે જયારે ગુડિયા દેવીએ ડબ્બામાં રાખેલા ટીવીને અડી ત્યારે તેને કરંટ લાગી ગયો હતો. તો તેના સસરા ચમર પાસી તેને બચાવવા આવ્યા તો તેમને પણ કરંટ લાગી ગયો હતો. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. ચમર પાસીનો દીકરો પ્રકાશ ચેન્નાઇમાં રહે છે.
તો આ બાબે ગુડિયાની ત્રણ વર્ષની દીકરી પરી કુમારીએ આ ઘટના વિશે લોકોને જણકારી આપી હતી. જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. તમને જણાવી દઈએ કે બોક્સની બાજુમાં વીજળીના તાર હતા, જેના કારણે બોક્સમાં કરંટ આવી ગયો અને તેને અડવાના કારણે બંનેના મોત થઇ ગયા.