મેકઅપ કરાવતા જ મહિલા બની ગઇ હુસ્નની પરી, લોકો બોલ્યા- આટલો મોટો વિશ્વાસઘાત

મેકઅપ આજના જમાનામાં મહિલાઓની સૌથી મોટી જરૂરત બની ગયો છે. તેના વગર તો તેઓ ઘરની બહાર નીકળવું પણ જરૂરી નથી સમજતા. તે પછી ફરવા જવાનું હો, લગ્નમાં જવાનું હોય કે પછી આજુબાજુ ક્યાંક માર્કેટ પણ કેમ ના જવાનું હોય….થોડો ઘણો તો મેકઅપ કરે જ છે અને લગ્ન કે કોઇ ફંક્શનમાં જાય તો પછી હેવી મેકઅપ પણ ઘણા લોકો કરવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકો એ કહે છે કે વધારે મેકઅપ બાદ મહિલાઓનો ચહેરો ઘણી હદ સુધી બદલાઇ જાય છે.

સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ઘણો હેરાન કરી દેનારો છે. આ વીડિયોમાં એક મહિલા પહેલા તો મેકઅપ વગર નજર આવે છે. તેનો રંગ સાવલો હોય છે અને ચહેરા પર ડાઘા પણ હોય છે પરંતુ જ્યારે તેનો ફુલ મેકઅપ થઇ જાય છે, ત્યારે તેનો ચહેરો બિલકુલ બદલાઇ જાય છે. તેનો રંગ એકદમ ગોરો થઇ જાય છે અને ચહેરા પરના બધા જ ડાઘા ગાયબ થઇ જાય છે. મેકઅપ બાદ તે એટલી ખૂબસુરત લાગે છે કે જાણે હુસ્નની પરી.

વીડિયો જોયા બાદ લોકો પણ હેરાન રહી ગયા છે. તેમને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મેકઅપ બાદ મહિલાનો ચહેરો એટલો બધો બદલાઇ ગયો કે તેને ઓળખવી પણ મુશ્કેલ થઇ ગઇ.આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે આટલો મોટો દગો… લગભગ 45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 20 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે અને સેંકડો લોકોએ વીડિયો લાઇક કર્યો છે.

ઘણા લોકો કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ- બેહોંશ કરી દેશો શું ? આવી પોસ્ટ ના અપલોડ કરો, રૂંહ કંપી ગઇ. તો એકે લખ્યુ- આટલો મોટો વિશ્વાસઘાત… ત્યાં અન્ય એકે લખ્યુ- સત્યાનાશ થાય બ્યુટી પાર્લરવાળાનું.

Shah Jina