હવે ફરવા માટે હિમાચલ કે ગુજરાતની બહાર જવાની જરૂર નથી, ગુજરાતમાં જ આવેલી આ જગ્યા છે એટલી રળિયામણી કે નજારો જોઈને તમે પણ મંત્રમુગ્ધ બની જશો

ભાઈઓ ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે ટ્રીપનો બનાવી લો પ્લાન, ગુજરાતમાં જ આ સ્વર્ગ જેવી સુંદર જગ્યા છે, સાપુતારાને પણ ટક્કર મારે છે

ચોમાસુ આવતા જ લોકો પ્રકૃતિની નજીક જવા માંગતા હોય છે, કારણ કે ચોમાસામાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલી ઉઠે છે અને નદી નાળા પણ છલકાઈ ઉઠે છે, સાથે જ ઝરણાઓ પણ વહેવા લાગે છે અને આ સમયે ધોધનો નજારો માણવાનો આનંદ જ કંઈક રૂડો હોય છે. ત્યારે ઘણા લોકો હિમાચલ અને ઉત્તરાખંડ પણ ફરવા માટે જતા હોય છે, પરંતુ આજે અમે તમને ગુજરાતમાં જ આવેલી એક એવી જગ્યા બતાવીશું જ્યાં જઈને તમને સ્વર્ગમાં ફર્યાની અનુભૂતિ ચોક્કસ થવાની છે.

અમે વાત કરી રહ્યા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા વિલ્સન હિલની. જ્યાં ચોમાસાના સમયમાં આસપાસના વિસ્તારની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ સમયે સહેલાણીઓ મોટી સંખ્યામાં કુદરતના આ નજારાને માણવા માટે પહોંચી જતા હોય છે.

પહાડો અને લીલી વનરાજીથી ઘેરાયેલા આ વિસ્તારની મુલાકાત આ સમયે લેવી એ બહુ મોટો લ્હાવો માનવામાં આવે છે. વિલ્સન હિલ આવીને લોકોને એવો અનુભવ થાય છે કે જાણે કુદરતના ખોળે આવી ગયા હોય. અહીંયા આ સમયે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે અને ત્યાંનો નજારો પણ ખુબ જ અદભુત હોય છે.

ચોમાસાના ચાર મહિના અહીંયા જાણે પ્રકૃતિ મહેરબાન થતી હોય તેમ લાગે. ધુમ્મસછાયું વાતાવરણ અને ઝરમર ઝરમર વરસતા વરસાદની અંદર પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓને અહીંયા જન્નત હોવાનો અનુભવ થાય છે. આ સ્થળ ઉપર તમને બિરુમલ શિવમંદિર, વિલ્સન હિલ્સ મ્યૂઝિયમ, બિલપુડી ટ્વિન સરોવર અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર જેવા અન્ય નજારા પણ માણવા મળશે.

આ જગ્યા સુરતથી 125 કિલોમીટર દૂર આવેલી છે. જયારે અમદાવાદથી આ જગ્યાનું અંતર 366 કિલોમીટર જેવું થાય છે. જયારે મુંબઈથી આ જગ્યા 235 કિલોમીટર જેટલી દૂર આવેલી છે. આ જગ્યાએ તમે તમારા પ્રાઇવેટ વાહન ઉપરાંત બસ કે ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો. વિલ્સન હિલનું સૌથી નજીકનું સ્ટેશન ધરમપુર છે. જે 26 કિલોમીટર જેટલું દૂર છે. આ ઉપરાંત ત્યાંથી વલસાડનું અંતર 55 કિલોમીટર છે.

Niraj Patel