દોઢ મહિનાના બાળકને હાથમાં લઈને રસ્તા ઉપર જ પત્નીને મારી રહ્યો હતો પતિ, અચાનક પોલીસ આવી જતા પત્નીએ જે કર્યું તે માન્યામાં નહીં આવે

પતિ પત્ની વચ્ચે સામાન્ય રીતે ઝઘડાઓ થતા આપણે જોઈએ છીએ. ઘણીવાર આ ઝઘડાઓ મોટું રૂપ પણ ધારણ કરી લેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ નાનપુરામાંથી સામે આવ્યો છે, જ્યાં એક પતિ પોતાની પત્નીને રસ્તા વચ્ચે મારતા જોવા મળ્યો હતો.

નાનપુરાના રસ્તાઓ ઉપર એક પતિ પત્ની ઝઘડી રહ્યા હતા. પતિ દોઢ માસના બાળકને પોતાના હાથમાં લઈને પત્નીને મારી રહ્યો હતો અને હાથ ખેંચી તેને ઘરે લઇ જવાના પ્રયત્નો કરી રહ્યો હતો.

તે સમયે જ રોડ ઉપર ચૂંટણીનો પ્રચાર માટેની રેલી પસાર થઇ રહી હતી. રેલીની આગળ પોલીસ વેન જોઈને પત્ની પોલીસને બોલવવા માટે દોડી ગઈ.

પત્નીને પોલીસ પાસે જતા જોઈને પતિ તેને રોકવા માટે હાથ ખેંચવા લાગ્યો. પોલીસે પણ આ દૃશ્ય જોયું અને પોલીસ ત્યાં આવી ગઈ.

જયારે પોલીસ દ્વારા પતિની પુછપરછ કર્યા બાદ તેને પકડીને લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેને છોડવવા માટે પત્ની પોલીસ સામે આજીજી કરવા લાગી.

પતિએ પોલીસને જણાવ્યું કે તેની પત્ની બાળકને દૂધ નહોતી પીવડાવી રહી. જેના કારણે તે તેને મારી રહ્યો હતો. પોલીસે આ દંપતીને સમજાવીને ઘરે મોકલી દીધું હતું.

Niraj Patel