પત્નીએ પતિના જન્મ દિવસ પર બનાવી પાણીપુરી વાળી કેક, વીડિયો જોઈને લોકો પણ બોલ્યા કે “પાણીપુરી સાથે આવો મજાક સહન નહિ થાય !”

ક્યારેય ખાધી છે પાણીપુરી કેક ?  પત્નીએ પતિના જન્મ દિવસ પર બનાવી, એવી રીતે સજાવી કે જોઈને તમારા દિમાગની પણ દહીંપુરી થઇ જશે, જુઓ વીડિયો

Wife Makes Pani Puri Cake : સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર ખાણીપીણી સાથે એવા એવા અખતરા કરવામાં આવે છે કે તેને જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જાય. તેમાં પણ જો કોઈ ઓથેન્ટિક વસ્તુ સાથે જો આવી છેડછાડ કરવામાં આવે તો લોકોના દિમાગનો પિત્તો ચાલ્યો જતો હોય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા પાણીપુરીની કેક બનાવતા જોવા મળી રહી છે.

પાણીપુરી કેક :

પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ઘણા ફ્લેવરમાં ઉપલબ્ધ છે. તેનો સ્વાદ અલગ અલગ હોઈ શકે છે. આ સિવાય ફિલિંગ પણ અલગ છે. કેટલાક લોકોને ભરેલા બટાકા ખાવાનું ગમે છે. આ સિવાય તમે દહીં સાથે પાણીપુરી ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાણીપુરીની કેક બનાવી શકાય છે? જો નહીં, તો તમે તેને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકશો.

આ રીતે બનાવી :

વાયરલ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર @gokul_kitchen નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે “પાણીપુરી કેક, પતિના જન્મદિવસની કેક.” તમે રીલમાં જોઈ શકો છો કે પહેલા મહિલા કેકનો બેઝ લે છે અને તેના પર તે તીખી અને મીઠી ચટણી લગાવે છે, જેના બાદ તેની ઉપર ચણાનું બેઝ બનાવે છે. આ બાદ વધુ એક બેઝ લે છે અને તેને પણ ચટણી લગાવીને ચણા ઉપર નાખે છે, ત્યારબાદ તેમાં પાપડી અને સેવ પણ ઉમેરે છે, અંતે તે આખી કેકને સેવથી સજાવે છે અને ઉપર 2 પુરીમાં ચટણી નાખીને ડિઝાઇન પણ કરે છે.

યુઝર્સનો છટક્યો પિત્તો :

થોડા દિવસ પહેલા જ શેર કરવામાં આવેલા આ વીડિયોને હજારો લોકો જોઈ ચુક્યા છે અને તેના પર હવે પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. એકે લખ્યું- તો પછી તમે કેકનો બેઝ બેસ્વાદ રાખ્યો હશે. અન્ય યુઝરે લખ્યું- ક્રીમને બદલે દહીંનો ઉપયોગ કરી શકત. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું- આવા પ્રયોગની શું જરૂર છે? આ ઉપરાંત પણ બીજા ઘણા યુઝર્સ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gokul Kitchen (@gokul_kitchen)

Niraj Patel