આ ભાઈની હાઈટ છે એટલી ઊંચી કે તેની પત્ની તેના ખભા સુધી પણ માંડ આવે છે, તસવીરો અને વીડિયો થઇ રહ્યા છે ખુબ જ વાયરલ, જુઓ

4 ફૂટની કન્યા અને 6.5 ફૂટનો વરરાજા, ઇન્ટરનેટ પર આ જોડીએ મચાવી દીધી છે ધમાલ, તસવીરો જોઈને લોકો પણ હેરાન રહી ગયા, જુઓ

દુનિયાભરમાં ઘણી બધી એવી અજીબો ગરીબ જોડીઓ છે જે હંમેશા ચર્ચાનું કારણ બનતી હોય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે, પરંતુ ઘણા લોકોને જોઈને મનમાં ઘણા સવાલો પણ થતા હોય છે. લગ્ન માટે જયારે કોઈ છોકરી કે છોકરો જોવાનો હોય ત્યારે તમામ પાસાઓ જોવામાં આવે છે, એમાં ઊંચાઈ અને વજન પણ મહત્વ રાખતું હોય છે.

ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં બેથેનીએ કહ્યું કે આટલો તફાવત હોવા છતાં તેનો પતિ અદ્ભુત છે અને તેને તેની પત્ની હોવાનો ગર્વ છે. તે કહે છે કે ક્યારેક તેના પતિની ઊંચાઈ વધુ હોવાને કારણે તેને વાત કરવા માટે સ્ટૂલ અથવા ખુરશીનો ઉપયોગ કરવો પડે છે જેથી તે તેના ચહેરા સામે આવી શકે. લોકો તેના વીડિયો અને તેની જોડીને ખૂબ પસંદ કરે છે અને તેઓ તેને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ આપે છે.

ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક અજીબોગરીબ જોડી ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં વરરાજાની ઊંચાઈ 6.5 ફૂટ છે જયારે કન્યાની ઊંચાઈ 4.10 ફૂટ છે. ત્યારે આ મહિલાએ તેની ઓછી ઊંચાઈના કારણે થનારી તકલીફો વિશે એક વીડિયો શેર કરીને જણાવ્યું છે. તેને જણાવ્યું છે કે તેના અને તેની  પતિની હાઈટમાં 1.5 ફૂટ જેટલું અંતર છે તે છતાં પણ તે કેવી રીતે વસ્તુઓ મેનેજ કરે છે.

તસવીરો અને વીડિયોમાં દેખાતી મહિલાનું નામ બેથાની કાસાઉરાંગ છે. તે તેના પતિ સાથે જોવા મળી રહી છે. વીડિયોની અંદર તે ક્યારેક કપડાં સરખા કરતા જોવા મળી રહ્યા છે તો ક્યારેક જૂતા, એક વીડિયોમાં તે મજાકિયા અંદાજમાં એમ પણ જણાવી રહી છે કે ડેનીના કપડાંમાં તો મારા જેવા બે લોકો આવી જાય.

મિરર મીડિયાના રિપોર્ટ અનુસાર, બેથની કસૌરાંગ અને તેના પતિ ડેની દેખાવમાં એકબીજાથી એકદમ અલગ છે. તેઓ ટિકટોક પર તેમના ફની વીડિયો મૂકતા રહે છે. ડેનીના પગરખાં બેથનીના પગ પર બોટ જેવા દેખાય છે, જ્યારે તેના જીન્સમાં તે માથાથી પગ સુધી જાય છે. આ કપલના Tiktok પર 90 હજારથી વધુ ફોલોઅર્સ છે. ડેનીની હાઈટ વધુ હોવાને કારણે કારની સીટ પણ વારંવાર એડજસ્ટ કરવી પડે છે.

Niraj Patel