અમદાવાદ : જેઠાણી પતિ સાથે બનાવી રહી હતી સંંબંધ અને આ સમયે જ આવી ગઇ પરણિતા…પછી થયુ એવું કે

અમદાવાદમાં પરિણીતા તેના પતિ અને જેઠાણીને રંગરેલિયા માણતા જોઇ ગઇ! પછી તો….

ગુજરાતમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોના કિસ્સા સહિત પરણિતા પર સાસરિયાઓનો અત્યાચાર અને દહેજની માગણીના કિસ્સા સામે આવે છે, આવા ઘણા કિસ્સામાં પરણિતા આપઘાત જેવા પગલા પણ ભરી લેતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં પતિએ લગ્ન થયા એના બીજા દિવસથી જ પત્નીને છેતરવાનું શરૂ કરી દીધુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પહેલા તો ખોટી ડિગ્રીના નામે લગ્ન કર્યા અને પછી ભાભી સાથે તેને પત્નીએ અંગત પળ માણતો પકડી પાડ્યો. એટલું જ નહીં પતિ અવાર નવાર પરણિતાને હેરાન કરતો અને પત્નીને તેના પિયરથી રૂપિયા લઇ આવવા કહેતો.રૂપિયાની લાલચે તો પતિ દારૂના વેચાણનો ધંધો પણ કરાવતો. જો કે, આખરે કંટાળી પરણિતાએ પોલીસ ફરિયાદ કરી દીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુભાષબ્રિજમાં રહેતી મહિલાના લગ્ન 2004માં થયા હતા.

પતિએ IIMમાં MBAનો કોર્સ કરતો હોવાનું જણાવ્યું હતું પણ આ વિગત ખોટી હતી અને આ ઉપરાંત પતિની સાસરિપક્ષ તરફથી રૂપિયાની માગણી પણ થવા લાગી. એકવાર તો પરિણિતાએ તેના પતિને જેઠાણી સાથે જ અંગત પળો માણતા જોઇ લીધો અને આ દરમિયાન તો તે સ્તબ્ધ જ થઈ ગઈ. જો કે, તેણે આને લઇને પતિને ઠપકો પણ આપ્યો અને પરિવારને જાણ કરી તો તેમણે કોઈ ભાવ ન આપ્યો.

આ પછી પરિણિતાને એવું પણ જાણવા મળ્યું કે પતિના બીજી પણ યુવતીઓ સાથે આડા સંબંધો છે એટલે તે ગુસ્સે ગઈ અને લગ્ન પછીથી જ પતિના ત્રાસથી કંટાળેલી પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પરણિતાએ કરેલ પોલીસ ફરિયાદ અનુસાર, લગ્ન પછી પતિને સરકારી નોકરી મળી હતી. જેના પરિણામે તેને ગુજરાત બહાર શિફ્ટિંગ મળ્યું અને પછી તેણે સતત ત્રાસ આપવાનું શરૂ રાખ્યું.

આ ઉપરાંત વધારે રૂપિયા કમાવવાની લાલચે તેની પાસે દારૂના વેચાણનો ધંધો પણ કરાવ્યો. જો કે એકાદ અઠવાડિયા બાદ સાસુ સસરા આવીને પરિણીતાના પિતાની માફી માંગી અને પછી પરણિતા સાસરીમાં પરત આવી ગઇ.પરિણીતાના નણંદ-નણદોઇ પણ સાસુને ચઢાવતા અને પરિણીતા પ્રેગેટ થતા તારે દીકરો જ આવવો જોઇએ એવું કહેતા. પરિણિતાને જબરદસ્તી ગર્ભપરિક્ષણ કરાવવા મજબૂર કરી, જ્યારે પરણિતાએ દીકરાને જન્મ આપ્યો તો પૂજા કરાવવા તેના પિતા પાસેથી અઢી લાખ લાવવાનું કહ્યુ તો પિતાએ એક લાખ આપ્યા પણ ખરા.

પછી જયપુર ખાતે રહેવા માટે ગયા ત્યારે ઘાણા સાફ કરવા બાબતે સાસુ, જેઠાણી, નણંદ અને પતિએ તેની સાથે ઝઘડો કર્યો અને તેના પર ગરમ પાણી નાખીને તેને બાળવાનો પ્રયત્ન કર્યો.જ્યારે પરિણીતા પતિ અને જેઠાણીને અંગતપળો માણતા જોઇ ગઇ તો પતિએ તેની સાથે મારઝુડ કરી અને ધમકી આપી કે જો આ વાત તે કોઇને કહેશે તો તેને અને તેના દીકરાને જાનથી મારી નાખશે. પતિને દારૂ પીવાની ટેવ હતી અને એટલે તે નશામાં ઘણીવાર બોલાચાલી કરીને તકરાર કરતો. પતિને દેવું થઇ ગયુ તો તેણે પરણિતાના સોનાના દાગીના પણ વેચી નાંખ્યા અને બચતના પૈસા પણ લઇ લીધા.

જો કે, પતિનું પોસ્ટીંગ ગુડગાંવ થતાં તે બાળકો સાથે ત્યાં રહેવા ગઇ અને ત્યાં તેનો પતિ દારૂની બોટલો લઇ આવતો અને પરિણીતા દ્વારા વેચાણ કરાવતો. આ ઉપરાતં તે ઘર કામકાજની નજીવી બાબતમાં બાળકની સામે જ પરિણીતાને ક્રિકેટના બેટ વડે માર મારતો અને ધમકી આપતો કે તારાથી જે ભડાકા થાય તે કરી લે, તમામ અધીકારી મારા ખિસ્સામાં છે.આવું કહી તેણે એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા પણ ઉપાડી લીધા હતા.

જો કે પરિણીતા ફરિયાદ કરવા જ્યારે ગઇ ત્યારે પતિએ સમાધાન કરી લેતા ફરિયાદ નકરી પણ પતિના અવારનવાર ત્રાસથી કંટાળી પરિણીતા તેના બાળકો સાથે અમદાવાદ રહેવા આવી ગઇ. અહીં પણ પતિએ પીછો ના છોડ્યો અને રોડ પર એક્ટિવા અથડાવવાનો પ્રયાસ કર્યો, આ ઉપરાતં લાફો પણ માર્યો અને ધમકી પણ આપી કે, ભરણપોષણનો કેસ પાછો ખેંચી લે નહીંતર ત્રણેય જણને ગાયબ કરી દઇશ. તમને ખબર પણ નહીં પડે, તેમ કહીને છૂટાછેડા આપવા માટે પણ દબાણ કર્યું. જો કે, આ બાબતે મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Shah Jina