ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરી રહ્યો પતિ, પત્નીએ કર્યો થપ્પો….લોકો બોલ્યા- એક માટે બે લડી રહી છે…ઘોર કળયુગ !

લગ્ન એ વિશ્વાસ પર ટકેલા હોય છે, પરંતુ કેટલાક લોકોને આ સંબંધ એટલો હલ્કો લાગે છે કે ઘરે પત્ની હોવા છતાં તેઓ બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે. આવો જ એક કિસ્સો મેરઠથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પત્નીએ તેના પતિને બીજી મહિલા સાથે ફ્લેટમાં રંગે હાથ પકડ્યો. આ સમગ્ર હાઇ-વોલ્ટેજ ડ્રામાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા તેના આખા પરિવાર સાથે તેના પતિની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચે છે અને ત્યાં બંનેને ખૂબ મારે છે. આ દરમિયાન, પતિ વારંવાર તેની પત્નીને શાંત થવા અને કોઈ સીન ન ક્રિએટ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના મેરઠની ફૂલબાગ કોલોનીની હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પતિ છેલ્લા બે મહિનાથી તેની ગર્લફ્રેન્ડ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

પત્નીને તેના પર શંકા ગઈ, અને પછી સંબંધીઓની મદદથી તેણે તેના પતિને શોધી કાઢ્યો અને પ્રેમિકાના ઘરે પહોંચી. આ પછી તેણે ભારે હોબાળો મચાવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે પતિની ગર્લફ્રેન્ડ સફેદ કપડાંમાં જોવા મળે છે અને મહિલાના પતિની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે પત્ની વારંવાર પતિનો હાથ છોડીને તેને મારતી રહે છે. બે મહિલાઓ વચ્ચે ખૂબ ઝપાઝપી થતી જોવા મળે છે. આ દરમિયાન છોકરીના સંબંધીઓ વીડિયો પણ બનાવતા જોવા મળે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેને ટ્વિટર પર @SachinGuptaUP નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઇ એક યુઝરે લખ્યું, ‘શું લોકો પાસે બીજું અફેર રાખવા માટે આટલો સમય છે?’ અહીં એક વ્યક્તિ માટે પણ સમય કાઢવો મુશ્કેલ છે. બીજાએ કહ્યું, ‘પ્રામાણિકતા જેવી કોઈ વસ્તુ બાકી નથી.’ પોલીસનું કહેવું છે કે આ મામલો ઘરેલુ વિવાદ સાથે સંબંધિત છે અને તપાસ ચાલી રહી છે.

Previous Article

66 વર્ષની ઉંમરે નીના ગુપ્તાએ પહેરી ગોલ્ડ બિસ્કિટ બ્રા, બોલ્ડનેસ જોઇ ચોંક્યા લોકો, કહ્યુ- 'થોડી તો શરમ કરી લો...'

Next Article

ગર્લફ્રેન્ડને બનાવી કામવાળી! રસોડામાં જઈ કરી નાખ્યો કાંડ, ઘરના લોકો જોઈ જતાં ખૂલી ગઈ પોલ, પછી..

error: Protected Content!