પતિએ કર્યો હતો હનીમુન માટે ગોવા લઇ જવાનો વાયદો પણ લઇ ગયો અયોધ્યા…પાછા ફરતા જ પત્નીએ કર્યુ એવું કે…

ભોપાલથી છૂટાછેડાનો એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. એક પત્નીએ તેના પતિ સાથે છૂટાછેડા માટે ફેમીલી કોર્ટમાં અરજી લગાવી છે. કારણ કે પત્નીને ગોવા લઇ જવાનો વાયદો કરી પતિ તેને અયોધ્યા લઇ ગયો. આને કારણે મહિલાએ છૂટાછેડાનો કેસ ઠોકી દીધો. આ મામલો પિપલાની ક્ષેત્રનો છે. બંનેના લગ્ન છેલ્લા વર્ષે ઓગસ્ટમાં થયા હતા. પતિ આઇટી એન્જીનિયર છે.

File Pic

લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે હનીમુન પર જવાની વાત થઇ રહી હતી તો પતિનીએ કોઇ વિદેશી જગ્યા પર જવાની વાત કરી. ત્યારે પતિએ વૃદ્ધ માતા-પિતાનો હવાલો આપી ભારતમાં જ કોઇ દર્શનાથી સ્થળ પર જવાની વાત કરી હતી.

ત્યારે બંને વચ્ચે ગોવા જવા પર સહમતિ બની હતી. પત્નીનો આરોપ છે કે તેમ છત્તાં પણ જ્યારે ફરવા જવાનું હતુ તેના એક દિવ પહેલા જ પતિએ જણાવ્યુ કે તે લોકો અયોધ્યા અને બનારસ જઇ રહ્યા છે કારણ કે માતાને રામલલાના દર્શન કરવા છે.

પત્ની પરિવાર સાથે અયોધ્યા તો ચાલી ગઇ પણ ત્યાંથી પાછા આવ્યા બાદ પત્નીએ ફેમીલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ઠોકી દીધો. પત્નીએ આને દગો જણાવતા વિશ્વાસ તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે પતિ તેના કરતા વધારે ઘરવાળાને ટાઇમ આપે છે, જેનાથી તેને લગ્નની શરૂઆતથી જ નજરઅંદાજ મહેસૂસ થઇ રહ્યુ છે. હાલ તો પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે.

Shah Jina