શા કારણે મચ્છર કરડતા પહેલા કાનમાં આવીને ગુનગુન કરે છે ? કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

મચ્છરથી મોટાભાગના લોકો હેરાન થતા હોય છે, ઘર હોય, ઓફિસ હોય, પાર્ક હોય કે કોઈપણજ જગ્યા હોય, મચ્છર તમારી આજુબાજુ ગમે ત્યાંથી આવી જ જાય છે. મચ્છર કરડવાથી મેલેરિયા જેવી બીમારી પણ આવી શકે છે એ આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ એક વાત તમને પણ નહીં ખબર હોય જે તમે રોજ અનુભવતા હશો.

આપણે જયારે સુઈ જતા હોઈએ કે પછી બેઠા હોઈએ ત્યારે મચ્છર આપણને કરડતા પહેલા આપણા કાનમાં આવીને ગુનગુન ગુનગુન કરતા હોય છે, ત્યારે પ્રશ્ન થાય કે મચ્છર કરડતા પહેલા આવું શું કામ કરતા હશે ? તો આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ જણાવીશું.

જે મચ્છર આપણને કરડે છે તે માદા મચ્છર હોય છે. નર મચ્છર ફૂલોના નેક્ટરથી જ ચલાવી લે છે. હવે જો મચ્છરોના અવાજની વાત કરવામાં આવે તો Goof Feedના એક લેખ પ્રમાણે મચ્છર જયારે પોતાની પાંખો ખુબ જ જોરથી ફડફડાવે છે ત્યારે તે આવાજ નીકળે છે જે આપણને સંભળાય છે. મચ્છર જો એક સેકેન્ડમાં 250 વાર પોતાની પાંખો ફડફડાવે ત્યારે જ આટલો જોરથી અવાજ થાય છે.

મચ્છરો દ્વારા કરવામાં આવતા અવાજ ઉપર ઘણા સંશોધનો થયા છે પરંતુ કોઈપણ શોધ સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર નથી. બધી જ શોધનો સાર એ છે કે મચ્છર કાનની  ગુનગુન કરે છે કે તે ગંધથી આકર્ષિત થાય છે. નાભિ ઉપરાંત આપણા કાનમાં પણ એવી જગ્યાએ બહુ જ બધા કીટાણું હોય છે. જેનાથી મચ્છર આકર્ષાય છે.

એક બીજી થિયેરીનું માનીએ તો મચ્છર આપણા દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઇડથી પણ આકર્ષિત થાય છે. એક બીજી થિયેરી એમ પણ જણાવે છે કે માદા મચ્છર નર મચ્છરને પોતાની તરફ આકર્ષિત કરવાં માટે પણ ગુનગુન કરે છે.  જો કે આ વાતને સાબિત કરવા માટે શોધ નથી કરવામાં આવી.

અત્યાર સુધીની વાતો દ્વારા એ વાત સમજમાં આવે છે કે કાનમાં ગંદકીના કારણે કાનની પાસે મચ્છર ગુનગુન કરે છે. તો મચ્છરને કાનથી દૂર રાખવા માટે હંમેશા તમારા કાનને સાફ રાખવા.

Niraj Patel