પાકિસ્તાનથી ભારત આવેલી અંજુ ના પતિના ઘરે પહોંચી ના પિતાના ઘરે, તો આખરે ગઈ ક્યાં ? કોણ કરી રહ્યું છે અંજુની મદદ ? જુઓ તેનો લેટેસ્ટ વીડિયો
Where did Anju go after coming from Pakistan? પોતાના મિત્રને મળવાનું કહીને પાકિસ્તાન ચાલી ગયેલી અંજુ અઠવાડિયા પહેલા જ ભારત ફરી છે. પાકિસ્તાનથી પરત ફર્યા બાદ અંજુના બાળકોએ તેને મળવાની ના પાડી દીધી છે. આ સાથે અંજુની સોસાયટીમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવા પણ કહેવામાં આવ્યું છે. સોસાયટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેટ પર આવતા-જતા દરેક વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમે અંજુના બાળકો સાથે વાત કરી.
ક્યાં ગઈ અંજુ ?
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના ભીવાડીની અંજુ પાકિસ્તાનથી તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લા પાસે ગઈ હતી. ત્યાં અંજુએ ઈસ્લામ સ્વીકારીને નસરુલ્લા સાથે લગ્ન કર્યા અને તે ફાતિમા બની. હવે તે બાળકોને મળવાના બહાને પાંચ મહિના પછી ભારત આવી છે, પરંતુ અંજુ દિલ્હી એરપોર્ટથી આવ્યા બાદ ગુમ છે. તે ન તો બાળકો પાસે પહોંચી કે ન તો તેના પિતાના ઘરે પહોંચી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે અંજુ ક્યાં છે?
ના પિતાના ઘરે ના ભિંવડી :
અંજુ તેના પિતાના ઘરે પહોંચી નથી, ન તો ભીવાડી પહોંચી છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે અંજુ ક્યાં ગુમ છે? તે ક્યાં રહે છે? શું દેશની સુરક્ષા એજન્સીઓ અંજુની પૂછપરછ કરી રહી છે? આ સિવાય શું એવા કોઈ પ્રશ્નો છે કે જેના જવાબ હજુ સુધી મળ્યા નથી? પાકિસ્તાનમાં અંજુએ કહ્યું હતું કે તે ભારતમાં તમામ પ્રશ્નોના જવાબ આપશે. ટાઈમ્સ નાઉ નવભારતના અહેવાલ મુજબ અંજુને વિજેન્દ્ર કુમાર નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટથી કારમાં સોનીપત લઈ ગયો હતો. આ પછી સોનીપતથી રાજસ્થાનના તિજારા પહોંચ્યા.
પોતાનું લકોંકેશન કર્યું જાહેર :
મીડિયા રિપોર્ટ અનુસાર, વિજેન્દ્ર છેલ્લા 15 વર્ષથી તિજારામાં રહે છે અને ત્યાં મીડિયા સંસ્થા ચલાવે છે. અંજુ અગાઉ તેની સંસ્થામાં કામ કરતી હતી. મળતી માહિતી મુજબ જૂના સંબંધોના કારણે અંજુ પાકિસ્તાનથી વિજેન્દ્રના સંપર્કમાં પણ હતી. અંજુએ હવે વિજેન્દ્રને ઈન્ટરવ્યુ આપ્યો છે. અંજુએ ઈન્ટરવ્યુમાં પોતાનું લોકેશન જાહેર કર્યું છે. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તેના પતિએ એફઆઈઆર નોંધાવી છે, તો તેણે કહ્યું કે અમે વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલીશું. તેણે કહ્યું, ‘હું દૂર નથી. હું ભીવાડીથી 20-30 કિમીના અંતરે છું. હું પહોંચી શકું છું અને જઈ શકું છું અને સાથે વાત કરી શકું છું.
દીકરીની જણાવી ઈચ્છા :
જ્યારે પૂછવામાં આવ્યું કે અંજુ હવે ક્યાં જશે. તેના પર તેણે કહ્યું કે તે પહેલા પોલીસ સ્ટેશન જશે, જ્યાં તેની વિરુદ્ધ કેસ છે. તેણે અહીં તેના પરિવારના સભ્યો સાથે વાત કરી હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય અંજુએ કહ્યું કે તે મીડિયાના સવાલોના જવાબ પછી આપશે. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તેની દીકરીને ભારત પસંદ છે કે પાકિસ્તાન, તો તેણે કહ્યું કે તેને બંને પસંદ નથી. તેની ઈચ્છા યુરોપ અને અમેરિકામાં સ્થાયી થવાની અને અભ્યાસ કરવાની છે. જો મારી ક્ષમતા આવી હોય તો હું તેનું શિક્ષણ વિદેશમાં કરાવવા ઈચ્છું છું.