શું છે આ બ્લેક ફેસ ફિલ્ટર ? સોશિયલ મીડિયા ઉપર તેના ઘણા વીડિયો થયા વાયરલ, જોઈને ભડકી ઉઠ્યા લોકો

આજે સ્માર્ટ ફોન જીવનનો એક ભાગ બની ગયો છે અને તેમાં પણ સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પોતાની પોસ્ટમાં લાઈક અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે કેટ કેટલાય નુસ્ખાઓ પણ કરતા હોય છે. સોશિયલ સાઈટ ઉપર પણ અલગ અલગ ફિલ્ટરો દ્વારા તમે હોય તેના કરતા કઈ જુદા બતાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે હાલમાં એવું જ એક ફિલ્ટર “બ્લેક ફેસ ફિલ્ટર” ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્ટરની ખુબ જ ચર્ચા ચાલે છે. ઘણા ઇન્ફ્લ્યુએન્સર આ ફિલ્ટરનો ઉપયોગ કરે છે અને વીડિયો શેર કરે છે. ફિલ્ટરનું નામ બ્લેકફેસ છે. આ ફિલ્ટરનો ઉપયોગ યુઝર્સ સ્કિનનો રંગ બ્લેક અથવા તો બ્રાઉન કરવા માટે કરતા હોય છે. વીડિયો બનાવવા વાળા આ બ્લેક બ્રાઉન સ્કિનના કારણે ઉદાસ દેખાય છે.

યુઝર્સ વીડિયો બનાવતી વખતે એમ પણ જણાવે છે કે તે પોતાની આવી સ્કિનના કારણે ખુબ જ હેરાન પણ છે. પરંતુ વીડિયોના અંતમાં તેમનો બ્લેક રંગ ગાયબ થઇ જાય છે અને તે હસવા લાગે છે. એવું લાગે જાણે તેમને તેમનું સામાન્ય સ્કિન ટોન પાછું મળી ગયું હોય. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આવા ફિલ્ટરને અનુમતિ કેમ આપવામાં આવી ?

ટ્વીટર ઉપર વાલિયા બેબીકેટ્સ નામની એક યુઝર્સ દ્વારા આવા વીડિયોને હાઈલાઈટ કરવામાં આવ્યા છે. તેને આ વીડિયોના કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. કેટલાક વીડિયોની અંદર તે પોતાના શ્યામ રંગને જોઈને ઉદાસ દેખાય છે તો કેટલાકમાં તે ગુસ્સે પણ ભરાય છે. તે પોતાના હાથે પણ આ રંગ ઉતારવાનો પ્રયત્ન કરે છે જાણે આ રંગ નહીં ગંદકી હોય.

Niraj Patel