ભારતમાં અહીંયા વેક્સિન લગાવવાના એક સપ્તાહ બાદ પ્રેગ્નેટ મહિલાની મોત? પતિએ કરી તપાસની માંગ

હાલ કોરોનાના કહેર થોડો ધીમો પડ્યો છે, કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. ત્યારે દેશમાં ટીકાકરણ પણ ચાલી રહ્યુ છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનેશન ચાલી રહ્યુ છે, ત્યારે હાલ વેક્સિન સાથે જોડાયેલ એક ઘટના સામે આવી છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં એક હોસ્પિટલમાં વેક્સિનેશન બાદ ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાની મોતે વિવાદ ઊભો કરી દીધો છે. આ ઘટના પર કોઇ પણ રીતની ટીપ્પણી કર્યા પહેલા સ્વાસ્થ્ય વિભાગ અંતિમ પોસ્ટમોર્ટમના રીપોર્ટની રાહ જોઇ રહ્યુ છે.

કોટ્ટાયમની મહિલા મૈથ્યુએ 6 ઓગસ્ટન રોજ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો. તે મહિલાએ ડોઝ લીધા પહેલા માર સ્લીવા મેડિસિટી હોસ્પિટલમાં તેના ગર્ભવતી હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, 11 ઓગસ્ટના રોજ વેક્સિન લીધા બાદ મહિલાને માથાનો દુખાવો થયો અને ચાર દિવસ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી.તે બાદ 16 ઓગસ્ટના રોજ ડોક્ટરોએ તેને બ્રેન ડેડ ઘોષિત કરી દીધી અને 20 ઓગસ્ટના રોજ તેની મોતની પુષ્ટિ કરવામાં આવી.

હોસ્પિટલે મોતના રીપોર્ટમાં સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાઇટોપેનિયા મુખ્ય કારણ બતાવવામાં આવ્યુ છે. ઇન્ડિયન એક્સપ્રેસના રીપોર્ટ અનુસાર કોટ્ટાયમ જિલ્લાના ચિકિત્સા અધિકારીએ ડોક્ટરોની એક વિશેષજ્ઞ ટીમ ઘટિત કરી છે, જે મહિલાના મોતના કારણની તપાસ કરશે. મહિલાના પતિએ સ્વાસ્થ્ય મંત્રી સાથે તેની પત્નીની મોત પાછળના કારણની તપાસની માંગ કરી છે. પતિએ કહ્યુ કે, હોસ્પિટલે મને કહ્યુ કે, વેક્સિનેશનના રિએક્શનને કારણે મારી પત્નીની સ્થિતિ ખરાબ થઇ છે. હું આ મામલે પૂરી તપાસ માંગુ છુ.

ઉલ્લેખનીય છે આ પહેલા પણ કોચ્ચિમાં એક આવો જ મામલો સામે આવી ચૂક્યો છે. આ મહિનાની શરૂઆતમાં કોચ્ચિના એક હોસ્પિટલમાં 19 વર્ષિય મહિલાની મોત થઇ ગઇ. મહિલાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે વેક્સિનને કારણે તેની મોત થઇ છે. 28 જુલાઇએ મહિલાએ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો. કેટલાક દિવસો બાદ તેને માથાનો દુખાવો શરૂ થયો. 12 ઓગસ્ટના રોજ એક મેડિકલ કોલેજમાં રક્તસ્ત્રાવ બાદ તેની મોત થઇ ગઇ.

Shah Jina