વાહ પટેલ વાહ… ન્યુયોર્કની ગલીઓમાં નીકળ્યો પટેલ પરિવારનો વરઘોડો, ભૂરિયાઓ પણ આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા, વીડિયો થયો વાયરલ

અમેરિકામાં પટેલ પરિવારનો વરઘોડો નીકળતા રસ્તાઓ પણ થયા બંધ, જુઓ કેવો હતો વરઘોડાનો તામઝામ, વાયરલ થયો વીડિયો

હાલ ગુજરાત સમેત દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ઘણા લોકો લગ્નના બંધનમાં બધાઈ રહ્યા છે, ત્યારે ભારતની જેમ જ વિદેશમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ પણ લગ્નના બંધનમાં બંધાતા હોય છે. મોટાભાગે તમે જોયું હશે કે વિદેશમાં વસતા NRI ભારતીયો લગ્નની સીઝનમાં ભારતમાં આવીને લગ્ન કરે છે, પરંતુ ઘણા એવા લોકો પણ છે જે વિદેશમાં જ લગ્ન કરતા હોય છે.

હાલ એવા જ એક ભારતીય જે અમેરિકામાં સ્થાયી થયા છે તેમના પરિવારના લગ્ન ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. કારણ કે જેમ ભારતની અંદર આપણે લગ્નની અંદર ઠાઠ માઠ જોઈએ છીએ, જેમ ભારતમાં વરઘોડાની અંદર લોકો ખુશીથી ઝુમતા હોય છે, બેન્ડ અને ડીજે વાગતા હોય છે, એવો જ નજારો અમેરિકામાં થયેલા આ લગ્નની અંદર પણ જોવા મળ્યો હતો. જેના કારણે આ લગ્ન ચર્ચામાં રહ્યા હતા.

વાયરલ થઇ રહેલા વીડિયોને અમેરિકામાં રહેતા ભારતીય રાજકારણી એવા સૂરજ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે, સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે, “મારું હૃદય છલકાઈ ગયું છે, કારણ કે મારો પરિવાર મારા ભાઈના લગ્ન માટે આવા અવિશ્વસનીય પ્રસંગ માટે અહીં આવ્યો છે, NYCની શેરીઓમાં ખૂબ જ પ્રેમ અને ઊર્જા છે.”

ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ન્યુયોર્કની ગલીઓમાં ધામધૂમથી વરઘોડો નીકળ્યો છે, અને પરંપરાગત ભારતીય પોશાકમાં જાનૈયાઓ સજ્જ છે, ડીજે પણ વાગી રહ્યું છે અને આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોને જોઈને ઘણા લોકો ખુબ જ ખુશ દેખાય છે તો ઘણા લોકોને વરઘોડાના કારણે રસ્તો બંધ કરવો પસંદ ન આવ્યો.

તમને જણાવી દઈએ કે સૂરજ પટેલ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે. સૂરજ પટેલ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની પ્રચાર ટીમમાં પણ સામેલ હતાં. 2018ની ચૂંટણીમાં તેમને યુવા મતદાતાઓ મોટા પ્રમાણમાં મતદાન કરી શકે તે માટે ટિંડર અને બીજી ડેટિંગ એપનો પણ ઉપયોગ કર્યો હતો. જેના કારણે પણ તે ચર્ચામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Suraj Patel (@surajpatelnyc)

સૂરજ પટેલની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે તેમનો જન્મ અમેરિકાના મિસિસિપીમાં થયો છે. તેમના માતાપિતા ભારતીય મૂળના છે અને તેઓ રોજગારીની તકો અને સારા ભવિષ્ય માટે ભારતથી અમેરિકા ગયાં હતાં.સૂરજ પટેલના પરિવારનો બિઝનેસ અમેરિકાના 14 રાજ્યોમાં ફેલાયેલો છે. તેમણે સ્ટેનફૉર્ડથી પોલિટિકલ સાયન્સ, બાદમાં કાયદાનો અભ્યાસ અને કેમ્બ્રિજમાંથી પબ્લિક પૉલિસીમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.

Niraj Patel