કોઈ બૉલીવુડ સ્ટાર નહિ પણ આ મોટી હસ્તીના લગ્નમાં જોવા મળ્યો સેલેબ્સનો જમાવડો, આમિર ખાન, કરન જોહર જેવા દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, અક્ષય કુમારે કર્યા ભાંગડા, જુઓ વીડિયો

જયપુરમાં યોજાયેલ આ મોટા વ્યક્તિના ઘરે લગ્નમાં સેલેબ્રિટીઓનો જમાવડો, અક્ષય કુમાર, કરન જોહર, આમિર ખાન, મોહનલાલ, કમલ હસનની પણ જોવા મળી ઝલક, જુઓ વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસ સાથે ઘણા બધા સેલેબ્સના પણ લગ્ન થઇ રહ્યા છે. હાલના જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાયા. ત્યારે આવા સેલ્સબના લગ્નમાં બોલીવુડના દિગ્ગજોનો પણ જમાવડો જોવા મળતો હોય છે. હાલ એવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે જેમાં કલાકરો ભાંગડા કરતા જોવા મળે છે.

તાજેતરમાં જ હોટસ્ટાર પ્રમુખના પુત્ર ગૌતમ માધવને જયપુરમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં બોલિવૂડના અનેક કલાકારોએ હાજરી આપી હતી. આ લગ્નમાં હાજરી આપવા માટે અભિનેતા અક્ષય કુમાર પણ જયપુર ગયો હતો. અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્ન સંબંધિત એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મોહનલાલ સાથે જાનૈયા તરીકે જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં મોહનલાલ અને અક્ષય કુમાર ભાંગડા પરફોર્મ કરતા જોઈ શકાય છે.

અક્ષય કુમારે શેર કરેલા વીડિયોમાં તે મોહનલાલ સાથે જોરદાર ભાંગડા કરી રહ્યો છે. અક્ષય કુમાર ડ્રમના અવાજ પર પગ તાલ મિલાવી રહ્યો છે. બંને કલાકારો ડાન્સ કરતી વખતે એકબીજાને ગળે લગાવે છે. આ વીડિયોને શેર કરતા અક્ષય કુમારે મોહન લાલ માટે એક સુંદર સંદેશ પણ લખ્યો છે.

અક્ષયે કેપ્શનમાં લખ્યું છે કે “હું આ ડાન્સને હંમેશા યાદ રાખીશ, આ મારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ છે.” તેનો આ વીડિયો પણ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. અક્ષયના ફેન્સ પણ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. હોટસ્ટાર પ્રેસિડેન્ટના દીકરાના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ લગ્નમાં આમિર ખાન, અક્ષય કુમાર, મોહનલાલ સહિત બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર જેવા કલાકારો પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

આમિર ખાન ત્રણ દિવસ જયપુરમાં હતો. માધવન પરિવારના દરેક ફંકશનનો હિસ્સો બની ગયો હતો. આ પછી કરણ જોહર અને મોહનલાલે પણ મોટાભાગની ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. રિસેપ્શન બાદ તમામ સેલિબ્રિટીઝ જવા લાગ્યા. અક્ષય કુમાર 11 વાગે ચાર્ટર પ્લેનથી નીકળી ગયો હતો. ત્યારબાદ ધીમે ધીમે શુક્રવાર સવાર સુધી તમામ સેલિબ્રિટી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ જવા રવાના થઈ ગયા.

Niraj Patel