5 વર્ષ સુધી દીપિકા-રણવીરે ચાહકોથી કેમ છુપાવ્યો લગ્નનો વીડિયો ? કહ્યું, ‘નજર લાગી..’
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના પાવર કપલ છે. હાલમાં જ થોડા સમય પહેલા દીપિકા અને રણવીરે ખુલાસો કર્યો કે તેઓ જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે. દીપિકા અને રણવીર તેમના પહેલા બાળકનું સ્વાગત સપ્ટેમ્બરમાં કરશે. જણાવી દઇએ કે, વર્ષ 2023માં રણવીર અને દીપિકા ‘કોફી વિથ કરણ’માં જોવા મળ્યા હતા. આ શોમાં તેઓએ પહેલીવાર પોતાના લગ્નનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો હતો.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનો વીડિયો પ્રખ્યાત વેડિંગ ફિલ્મમેકર વિશાલ પંજાબીએ શૂટ કર્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન વિશાલે દીપિકા અને રણવીરના લગ્નને લગતા ઘણા રસપ્રદ ખુલાસા કર્યા. તેના માટે આ લગ્નનું ફિલ્માંકન તેના જીવનના સૌથી યાદગાર લગ્નોમાંથી એક છે. વિશાલ પંજાબી કહે છે, ‘જુઓ, કેટલીક વસ્તુઓ એટલી સુંદર હોય છે કે તમે તેને દુનિયાની નજરથી છુપાવવા માંગો છો.
દીપિકા અને રણવીરના લગ્ન બિલકુલ એવા જ હતા. જ્યારે વિશાલને પૂછવામાં આવ્યું કે દીપિકા અને રણવીરે પાંચ વર્ષ પછી તેમના લગ્નનો વીડિયો કેમ શેર કર્યો ? આ સવાલના જવાબમાં વિશાલ કહે છે, ‘અમારી અને તમારી જેમ આ પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પણ માણસ છે. દીપિકા અને રણવીરને પણ લાગ્યું કે કદાચ નજર લાગી શકે છે. આ માટે તેમણે આ વીડિયોને ઘણા દિવસો સુધી બધાની નજરથી દૂર રાખ્યો હતો.
દીપિકા અને રણવીરના ખાસ પ્રસંગને પોતાના કેમેરામાં કેદ કરનાર વિશાલ પંજાબી કહે છે, ‘મને લાગતું હતું કે કદાચ દીપિકા તેના લગ્નનો વીડિયો ક્યારેય શેર કરશે નહીં, પરંતુ તેણે કર્યું અને હું તેના માટે ખૂબ જ ખુશ છું. કેટલીવાર લોકો કોઈ કારણ વગર ઈન્ટરનેટ પર સ્ટાર્સને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે, એટલે જ ક્યારેક આ સ્ટાર્સ પોતાની વસ્તુઓ શેર કરવામાં અચકાતા હોય છે. દીપિકા અને રણવીરના લગ્નના વીડિયોની વાત કરીએ તો, આ વીડિયો સગાઈની પાર્ટીથી શરૂ થાય છે.
જેમાં રણવીર દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. જે બાદ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણનું કહેવું છે કે રણવીરે તેમના બોરિંગ પરિવારમાં ઉત્સાહ લાવી દીધો. દીપિકા અને રણવીરના તમામ ફંક્શન વીડિયોમાં બતાવવામાં આવ્યા છે. મહેંદી ફંક્શનમાં રણવીર દીપિકાનું ધ્યાન રાખતો અને ડાન્સ કરતો જોવા મળે છે. રણવીર અને દીપિકાના લગ્ન બે રિવાજો મુજબ થયા હતા. વીડિયોમાં લગ્નની તમામ વિધિઓની કેટલીક ક્લિપ્સ બતાવવામાં આવી છે. રણવીર આનંદ કારજ સેરેમની પહેલા દીપિકાને મળવા માંગતો હતો.
જેથી તે તેને કહી શકે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. જણાવી દઈએ કે દીપિકા અને રણવીરે ઈટાલીમાં લગ્ન કર્યા બાદ બેંગલુરુ અને મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. તે સમયે રણવીર-દીપિકાના લગ્નની તસવીરો સામે આવી હતી પરંતુ ફેન્સ હંમેશા વીડિયોની રાહ જોઇ રહ્યા હતા, જેની રાહ 5 વર્ષ બાદ સમાપ્ત થઈ. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ દીપિકા અને રણવીરે 14 નવેમ્બર 2018ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા.
રણવીર અને દીપિકા વચ્ચે પ્રેમની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ લીલા’ દરમિયાન થઈ હતી. રણવીરના કહેવા પ્રમાણે, જ્યારે તે સંજયના ઘરે પહેલીવાર દીપિકાને મળ્યો હતો ત્યારે તેને પહેલી જ મુલાકાતમાં જ પ્રેમ થઈ ગયો હતો. રણવીર અને દીપિકા વર્ષ 2012માં મિત્ર બન્યા અને લાંબા સમય સુધી એકબીજાને સારી રીતે સમજ્યા બાદ બંનએ વર્ષ 2015માં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી.
રણવીરના કહેવા પ્રમાણે તેણે દીપિકાને માલદીવના એક ટાપુ પર પ્રપોઝ કર્યું હતું અને દીપિકા આ સંબંધ માટે રાજી થઈ ગઈ હતી. ‘રામ લીલા’ પછી આ કપલે ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં પણ સાથે કામ કર્યુ. આ ફિલ્મોના શૂટિંગ દરમિયાન તેમના સંબંધો વધુ મજબૂત બન્યા અને 6 વર્ષ સુધી ડેટિંગ બાદ આખરે બંને 14 નવેમ્બર 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા.
View this post on Instagram