ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલા સાવધાન : આ વોટર પાર્કમાં અચાનક તૂટી ગઈ રાઈડ, ધડામ કરીને નીચે પડ્યા લોકો, 16 ICUમાં ભરતી અને…

અકસ્માત ક્યારે કોની સાથે થાય છે તેની કોઈને ખબર રહેતી નથી. કોણ વિચારી શકે કે વૉટર પાર્કમાં ગરમીમાં ઠંડા થવા માટે અને મસ્તી કરવા માટે ગયા હોય અને ત્યાં રાઈડ તૂટી પડતા જ મોટો અકસ્માત સર્જાય. આવો અકસ્માત કેટલાક લોકો સાથે થયો હતો. જયારે પણ આવો અકસ્માત થાય ત્યારે વોટર પાર્કની તમામ મજા એક જ ક્ષણમાં ઉડી જતી હોય છે.

થોડા દિવસોથી આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ડોનેશિયાના કેનપાર્ક વોટર પાર્કનો છે. જ્યાં એકાએક વોટર સ્લાઈડ તૂટી ગઈ અને ઘણા લોકો ઉપરથી ધડામ દઈને નીચે પડી ગયા. આ અકસ્માતમાં સ્લાઈડ પરથી પડી જતાં 16 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈન્ડોનેશિયાની મીડિયા એજન્સી અંતરાના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોકો સ્લાઈડ પરથી નીચે આવી રહ્યા હતા. ત્યારે અચાનક વચ્ચેથી વોટર સ્લાઈડ તૂટી ગઈ. સ્લાઇડ તૂટી પડતાં આ અકસ્માતનો ભોગ 16 જેટલા લોકો બન્યા હતા. તે તમામની હાલત ગંભીર છે. તમામને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

વાયરલ વીડિયો NOODOU નામના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં લોકો વોટર સ્લાઈડ પરથી નીચે પડતા સ્પષ્ટ જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, સ્લાઇડની ધાર પર તિરાડ પડી હતી. આ કારણે સ્લાઇડ તૂટી જતાં વધુ દબાણ હતું. તેનું કારણ પણ ઓવરલોડ હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ ભયાનક વીડિયો 7 મેનો જણાવવામાં આવી રહ્યો છે. જે હવે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ થયા બાદ વોટર પાર્કની જાળવણી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકો પાર્કની વ્યવસ્થાને બેદરકાર ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ વોટર પાર્કમાં મેન્ટેનન્સની કામગીરી નવ મહિના પહેલા કરવામાં આવી હતી. ત્યારપછી એક વખત પણ અહીં રીપેરીંગની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.

Niraj Patel