સલમાન ખાનની અભિનેત્રીઓનો જલવો તો જુઓ…ખુલ્લામ ફિગર બતાવ્યું- જુઓ PHOTOS
થોડા સમય પહેલા જ અભિનેત્રી દિશા પાટનીએ એવો ડ્રેસ પહેર્યો હતો જેને જોઈને ટ્રોલર્સ બોલવા લાગ્યા હતા કે આ ડ્રેસ ઉપર 80 ટકાની છૂટ સાથે ખરીદવામાં આવ્યો છે. ત્યારે આજ ડ્રેસના લુકમાં હવે સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ-3 અને લવયાત્રીમાં કામ કરી ચુકેલી અભિનેત્રી વરીના હુસૈન નજર આવી છે.
વરીના હુસૈનની આ તસવીરો એરપોર્ટ ઉપરથી લેવામાં આવી છે. જેમાં તે ક્રોપ ટોપ પહેરીને નજર આવી રહી છે.તેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે.
વરીનાનો લુક એટલા માટે પણ ચર્ચામાં છે કે તેને જે ડ્રેસ પહેર્યો છે તેને દિશાએ પણ થોડા સમય પહેલા જ પહેર્યા હતો. અને દિશા માટે પણ ઘણી કોમેન્ટ આવી હતી.
વરીના આ દરમિયાન પોતાનો સામાન એરપોર્ટની અંદર લઇ જવા દરમિયાન સ્પોટ થઇ હતી. ફોટોગ્રાફરે તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
દબંગ-3ની આ અભિનેત્રી વરીના હુસૈનની ઘણી તસવીરો કેમેરામેને પોતાના કેમેરામાં કેદ કરી હતી, જેમાં તેના હાથની અંદર એક પુસ્તક પણ જોવા મળી રહ્યું હતું.
વરીનાએ પોતાના કેરિયરની શરૂઆત સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ “લવયાત્રી” દ્વારા કરી હતી જેમાં તેની સામે આયુષ શર્મા નજર આવ્યો હતો.
ત્યારબાદ તે સલમાન ખાન સાથે ફિલ્મ “દબંગ-3″માં નજર આવી હતી. આ ફિલ્મની અંદર તેનો રોલ નાનો હતો છતાં પણ તેને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી.
વરીનાનો જન્મ ભારતમાં નથી થયો. તેના પિતા ઈરાકી છે અને માતા અફગાની છે. ભારતીય ફિલ્મોમાં આવતા પહેલા તે પોતાના કેરિયર માટે ઘણા દેશોમાં ફરી ચુકી છે.
વરીનાએ 2013માં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મોડેલિંગની દુનિયામાં વરીનાનું ખુબ જ મોટું નામ છે.