ગુજરાતમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો, 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજની આવી હાલત થઇ, ફફડી ઉઠશો તમે….
Surat ved variyav bridge : હાલમાં ગુજરાતમાં મેઘરાજાની મહેર જામી છે. ઘણા જિલ્લામાં ભારે તો ઘણા જિલ્લામાં સામાન્ય વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઇને ઘણીવાર કેટલાક શહેરો કે વિસ્તારોમાં પ્રિ મોનસૂન કામગીરીની અથવા તો સરકાર દ્વારા થયેલ અન્ય કામગીરીની પોલ ખુલતી હોય છે. હાલમાં સુરતમાંથી બ્રિજ સેલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરતનો નવો નક્કોર બનેલ બ્રિજ કે જેનું એકાદ મહિના પહેલા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ તેનો એક તરફનો ભાગ બેસી ગયાની ખબર સામે આવી છે અને આ દરમિયાનની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટે ચડી ગયો છે. વેડ-વરિયાવ બ્રિજનું ખૂબ મોટા ઉપાડે કેટલાક જ સમય પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન નેતાઓ દ્વારા વિકાસની મોટી મોટી વાતો પણ કરાઇ હતી પણ પહેલા જ વરસાદે પોલ ખઓલી દીધી. 118 કરોડના ખર્ચે બનેલ બ્રિજ પહેલા જ વરસાદમાં બેસી ગયો અને લોકો માટે સુવિધાના નામે બનાવવામાં આવેલ બ્રિજની એક મહિનામાં જ સ્થિતિ ખરાબ થઈ ગઈ. બ્રિજના એક તરફના છેડાના ભાગનો આખો રેમ્પ બેસી ગયો છે, જે તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.
બ્રિજની જે હાલત છે તે જોઇને તો એમ લાગી રહ્યુ છે કે વર્ષો પહેલાં આ બ્રિજનું નિર્માણ થયું હશે, પણ નવાઇની વાત એ છે કે માત્ર એક મહિના જેટલો જ સમય થયો હોવા છતાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આ બ્રિજની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપના શાસકો માત્ર ભ્રષ્ટાચારમાં જ લિપ્ત છે. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે અને બદલામાં માત્ર તેમને ભ્રષ્ટાચાર જ પ્રાપ્ત થાય છે.
એક મહિના જેટલો ઓછો સમય થયો છે અને 118 કરોડ રૂપિયા જેટલી રકમના ખર્ચે બનેલ બ્રિજની આવી સ્થિતિ જોવા મળે એ ખરેખર દુઃખદ બાબત છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટના નામે 1% ફી આપવામાં આવે છે અને ઇન્સ્પેક્શન માટે 1% ટકા ફી આપીને કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે. જો કે, કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનો એપ્રોચ બેસી જતાં અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ બ્રિજ પર પહોંચી ગયા હતા.
Just a month after inauguration, a Rs 118 crore #bridge in #Surat has deteriorated. pic.twitter.com/zTxExiVDKp
— Free Press Journal (@fpjindia) June 28, 2023