વાળ ઉખાડી દીધા, કાનનો પડદો ફાટી ગયો : વિવેક બિન્દ્રા પર પત્નીને મારવાનો કેસ, સાળાએ શું લગાવ્યા આરોપ- જાણો
ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરૂદ્ધ પત્નીએ મારપીટનો કેસ દાખલ કર્યો છે. વિવેક બિન્દ્રા યૂટયૂબર સાથે સાથે એક મોટા બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર 2023ના રોજ તેણે યાનિકા સાથે લગ્ન કર્યા હતા અને 14 ડિસેમ્બરે જ તેના વિરૂદ્ધ કેસ દાખલ થયો. વિવેક બિન્દ્રા પર આરોપ છે કે તેણે પત્ની સાથે ખૂબ મારપીટ કરી. પોલિસનું કહેવુ છે કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે.
ડોક્ટર વિવેક બિન્દ્રા પોતાને બિઝનેસ ગુરુ જણાવે છે. તેની યૂટયૂબર પર ચેનલો છે અને તે લોકોને માર્કેટિંગ તેમજ બિઝનેસ શીખવે છે. વિવેક બિન્દ્રાના સાળા વૈભવે નોઇડાના સેક્ટર 126 ક્ષેત્રમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે તેની બહેનના લગ્ન 6 ડિસેમ્બર 2023ના રોજ લલિત માનગર હોટલમાં વિવેક બિન્દ્રા સાથે થયા હતા. તે નોઇડામાં સુપરનોવા વેસ્ટ રેસીડેંસી 4209 પ્લેટ સેક્ટર 94માં રહે છે.
વિવેકનો તેની પત્નીને મારતો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફરિયાદમાં વિવેકના સાળાએ જણાવ્યુ કે 7 ડિસેમ્બરના રોજ સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે પત્ની યાનિકાએ આ બાબતે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવેકે તેને રૂમમાં બંધ કરી દીધી અને ખરાબ રીતે માર માર્યો. આ સાથે દુર્વ્યવહાર પણ કર્યો.
હુમલાના કારણે યાનિકાને શરીરે ઇજા પણ થઇ, તેના કાનનો પડદો ફાટી ગયો, વાળ ખેંચવાના કારણે તેના માથા પર પણ ઘા છે. આ ઉપરાંત વિવેકે તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. ઘાયલ યાનિકાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી સારવાર ચાલુ રહી હતી. ત્યારે વિવેક બિન્દ્રા વિરૂદ્ધ નોંધાયેલ કેસ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઘણા લોકોએ નોઈડા પોલીસને આરોપીની ધરપકડ કરવાની માંગ શરૂ કરી હતી.
— Komal (@kmlpaulkmlx) December 23, 2023
જણાવી દઇએ કે, વિવેક બિન્દ્રાએ 41 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા હતા. મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ પર લગ્નના થોડા દિવસો પછી જ પત્ની પર હુમલો કરવાનો આરોપ છે. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હજુ તો વિવેકનો પ્રથમ પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.
View this post on Instagram