છોકરીને ચિમ્પાન્ઝી સાથે થઇ ગયો પ્રેમ, બંનેના પ્રેમ વચ્ચે અડચણ બન્યું પ્રાણી સંગ્રહાલય, જાણો સમગ્ર મામલો

છોકરીને ચિમ્પાન્ઝી સાથે કર્યું ઇલ્લુ ઇલુ, બંનેના લફરાંની પ્રાણી સંગ્રહાલયને ખબર પડી તો લીધો મોટો નિર્ણય

માણસ અને પ્રાણીઓ વચ્ચે પ્રેમ તો વર્ષો જૂનો છે. એટલે જ ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ જાનવરો રાખે છે. માણસ ક્યારેક દગો આપી જાય પરંતુ પ્રાણીઓ ક્યારેય દગો નથી આપતા અને તે હંમેશા વફાદાર રહેતા હોય છે. આવા ઘણા ઉદાહરણો આપણે જોયા છે, પ્રાણી પ્રેમ ઉપર ઘણી ફિલ્મો પણ બની છે, પરંતુ હાલમાં જે તાજો મામલો સામે આવ્યો છે, તે જાણીને તમે પણ હેરાન રહી જશો.

એક છોકરીને પ્રાણી સંગ્રહાલય રહેલા એક ચિમ્પાઝી સાથે પ્રેમ થઈ ગયો, પરંતુ હવે તેમની વચ્ચેના આ પ્રેમમાં પ્રાણી સંગ્રહાલય અડચણ બની ગયું છે. આ મામલો બેલ્જીયમના એન્ટવર્પ પ્રાણીસંગ્રહાલયનો છે. ક્યાં એડી ટીમરમૈંસ નામની મહિલાને ચિતા નામના એક ચિમ્પાન્ઝી સાથે પ્રેમ થઇ જાય છે. મુલાકાત દરમિયાન બંને એકબીજાને ફલાઇંગ કિસ પણ કરે છે અને પ્રેમ ભરેલા ઈશારા પણ કરે છે.

ઝૂના અધિકારીઓને જયારે તેમની પ્રેમ કહાની વિશે ખબર પડી ત્યારે તેમને તે છોકરીના ઝૂમાં આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને હવે તે ચિમ્પાન્ઝીને બાકી ચિમ્પાન્ઝીઓથી અલગ રાખવામાં આવી રહ્યો છે. ઝૂ પ્રબંધનનું કહેવું છે કે મહિલા સાથે પ્રેમ કરવાના કારણે બીજા ચિમ્પાન્ઝીઓ તેનાથી દૂર રહેવા લાગ્યા. જયારે મહિલા નહોતી આવતી ત્યારે તે ચિમ્પાન્ઝી ઉદાસ અને એકલો બેઠેલો રહેતો અને આ બંનેનો પ્રેમ હાનિકારક સાબિત થઇ શકતો હતો.

તો આ બાબતે યુવતીનું કહેવું છે કે “ઝૂના મેનેજમેન્ટ દ્વારા મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જયારે ઝૂમાં આવનારા વીજ વિઝિટર્સને ચિમ્પાન્ઝી સાથે સમય વિતાવવાની પરવાનગી છે તો મને કેમ રોકવામાં આવી રહી છે ? હું તેને કોઈપણ પ્રકારનું નુકશાન નથી પહોંચવી રહી. હું તો તેને ખુબ જ પ્રેમ કરું છું.”

Niraj Patel