રામલલાને આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાવાશે થાળ- જાહેરાત બાદ છવાયો આનંદ

જલારામ મંદિર તરફથી અયોધ્યામાં રામલલાને આજીવન ધરાવાશે થાળ, મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ વિરપુરમાં આનંદ છવાયો

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી જોરોશોરો પર છે. ત્રણ ફેઝમાં મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2025 સુધી પૂરુ થશે. આ પહેલા પ્રથમ ચરણનું મંદિર નિર્માણ કાર્ય પૂરુ થયા બાદ 22 જાન્યુઆરીએ પ્રભુ રામલલાને તેમના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે.

રામલલાને આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાવાશે થાળ

મંદિર નિર્માણ કાર્ય કરાવી રહેલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ 22 જાન્યુઆરી પહેલા બધી વ્યવસ્થાને દુરુસ્ત કરવાની યોજના પર કામ કરી રહ્યુ છે. મંદિરના ગર્ભગૃહમાં રામલલા માટે એક ભવ્ય સિંહાસન બનાવવામાં આવ્યુ છે. ત્યાં મંદિરની અંદર દિવાલો પર પણ કલાકૃતિઓને ગઢવાનું કામ જારી છે. 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાનાં છે.

ત્યારે આ બધા વચ્ચે વીરપુર જલારામ મંદિર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલ્લાને બે ટાઈમ થાળ ધરાવાનો નિર્ણય કરાયો છે. આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ પામતું હતું, ત્યારે વીરપુર જગ્યાનાં ગાદી પતિ રઘુરામ બાપાએ અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓને આજીવન થાળનો પ્રસ્તાવ મુક્યો હતો, જેનો સ્વીકાર થતા જ વીરપુરમાં ખુશીનો માહોલ છવાયો છે.

વિરપુરમાં આનંદ છવાયો

આ ઉપરાંત 22 અને 23 જાન્યુઆરી બે દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે દર્શનાર્થીઓ આવશે તેમને લાડુનો પ્રસાદ પણ વીરપુર જલારામ મંદિર તરફથી અપાશે. વીરપુરથી 50 સ્વયં સેવકોની ટીમ 2 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા મગજનો પ્રસાદ બનાવવા જશે. આ સ્વયં સેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરાયો છે.

Shah Jina