વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો દીકરા “અકાય”નો જન્મ સમયે બન્યો દુર્લભ સંયોગ…જાણો

વિરાટ-અનુષ્કાનાં દીકરા “અકાય”નું જ્યોતિષીએ ભાખ્યું ભવિષ્ય, જન્મ સમયે બન્યો દુર્લભ સંયોગ…

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે વામિકા બાદ બીજી વખત કિલકારી ગુંજી છે. 15 ફેબ્રુઆરીએ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યુ. પોપ્યુલર અને પાવર કપલે વેલેન્ટાઈન ડેના એક દિવસ બાદ જન્મેલા પુત્રનું નામ ‘અકાય’ રાખ્યું છે. અનુષ્કા અને વિરાટે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.

જણાવી દઇએ કે, અકાય પહેલા વર્ષ 2021માં અનુષ્કા અને વિરાટના ઘરે પુત્રી વામિકાનો જન્મ થયો હતો. ત્યારે હવે 3 વર્ષ બાદ કપલ બીજી વખત પેરેન્ટ્સ બન્યું છે. અનુષ્કા અને વિરાટ કોહલીએ પોતાના પુત્રનું નામ ખૂબ જ સમજી વિચારીને રાખ્યું છે. અકાય શબ્દનો અર્થ તુર્કી ભાષામાં ‘શાઇનિંગ મૂન’ અથવા ‘સ્પાર્કલિંગ મૂન’ એટલે કે ચમકતો ચાંદ પણ થાય છે. જ્યારે ફિલિપિનો ભાષામાં ‘ગાઇડેંસ’ થાય છે.

જો કે, અત્યાર સુધી કપલે પુત્રના નામને લઈને કોઈ મોટો ખુલાસો નથી કર્યો. અનુષ્કા અને વિરાટના પુત્રનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો, પણ કપલે 5 દિવસ સુધી આ સમાચાર ખાનગી રાખ્યા અને 20 ફેબ્રુઆરીએ આ વાતનો ખુલાસો કર્યો. ત્યારે આ ખુલાસા બાદ હવે બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટ હસ્તિઓ સાથે સાથે ચાહકો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને બીજી વખત માતા-પિતા બનવા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

શું તમને ખબર છે વિરાટ અને અનુષ્કાના પુત્રનો જન્મ કયા નક્ષત્રમાં થયો છે ? તો જણાવીએ કે અશ્વિની નક્ષત્રમાં બાળક જન્મ્યું છે અને જો તિથી જોવામાં આવે તો શુભ ષષ્ઠી તિથિ છે. ખાસ વાત એ છે કે 15 ફેબ્રુઆરીએ શુક્લ અને બ્રહ્મયોગ બંને એક સાથે હતા અને આ દુર્લભ સંયોગ પ્રસંગોપાત જ જોવા મળે છે. આ યોગમાં બાળકનો જન્મ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ યોગમાં જન્મેલ બાળક ખૂબ જ ધનવાન હોય છે. આ ઉપરાંત ભવિષ્યમાં રાષ્ટ્રીય સન્માન મળવાની પણ સંભાવના હોય છે.

આ ઉપરાંત 15 ફેબ્રુઆરીના રોજ ગુરુવાર હોવાને કારણે તે બાળક પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા માટે બની રહે છે. દેવઘરના પાગલ બાબા આશ્રમ સ્થિત મુદ્ગલ જ્યોતિષ કેન્દ્રના પ્રસિદ્ધ જ્યોતિષ પંડિત નંદ કિશોર મુદગલે લોકલ 18ને જણાવ્યુ કે વિરાટ અને અનુષ્કાનો પુત્ર અકાય ખૂબ જ ચંચળ સ્વભાવ ધરાવનાર છે અને આ બાળક ખૂબ જ સુંદર અને ભાગ્યશાળી બનવાનું છે. શરીર પણ કાર્યક્ષમ અને મજબૂત રહેશે. આ સાથે તે ખૂબ જ લોકપ્રિય પણ થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

Shah Jina