વાયરલ થવાના ચક્કરમાં ચાર રસ્તા ઉપર ડાન્સ કરનારી આ મોડલ ઉપર થયો કેસ, તો સફાઈ આપવા પહોંચી પોલીસ પાસે

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, અને આવા વાયરલ વીડિયોના ચક્કરમાં લોકો એવી એવી હરકતો કરે છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. થોડા દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો જેમે એક યુવતી ચાર રસ્તા ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી. શરૂઆતમાં લોકોને ડાન્સ જોઈને લાગ્યું હતું કે કદાચ આ ટ્રાફિક પોલીસની મદદ કરવા માટેની પહેલનો એક ભાગ હશે, પરંતુ વીડિયો વાયરલ થતા ખબર પડી કે આ માત્ર લોકપ્રિયતા મેળવવા માટેની એક રીત હતી. (તમામ તસવીરો/ઇન્સ્ટાગ્રામ)

વાયરલ થઇ રહેલો આ વીડિયો ઈંદોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રસોમાં ચાર રસ્તા ઉપરનો હતો, જ્યાં યાત્રીઓ ચાર રસ્તા ઉપર જ એક યુવતીનો ડાન્સ જોવા માટે થોભી ગયા હતા. વીડિયોની અંદર ડાન્સ કરી રહેલી આ યુવતી એક મોડલ હતી અને તેનું નામ શ્રેયા કાલરા હતું. વીડિયો વાયરલ થયા બાદ આ મોડલ હવે સફાઈ આપવા પોલીસ સમક્ષ પણ પહોંચી હતી.

શ્રેયા કાલરા એમડીએચ કમ્પાઉન્ડમાં આવેલા ટ્રાફિક વિભાગમાં સફાઈ આપવા માટે પહોંચી હતી. શ્રેયાએ ડીએસપી સામે માફી માંગતા જણાવ્યું કે તેને ભૂલ કરી છે અને તે આગળથી આવી ભૂલ નહિ કરે. શ્રેયા શુક્રવાર સાંજે ડીએસપી ઉમાકાન્ત ચૌધરી પાસે માંગી માંગવા આવી હતી અને કહ્યું હતું કે તેનો ઈરાદો આવું કરવાનો નહોતો. અને હવે તે ટ્રાફિક વિભાગ સાથે મળીને લોકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવાનું કામ કરશે.

શ્રેયાએ જણાવ્યું કે તે ફક્ત લોકોને માસ્ક અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે આ ડાન્સ કરવા ગઈ હતી, પરંતુ આ ડાન્સ ખોટા રસ્તા ઉપર ટ્રેન્ડ થઇ ગયો. તે તેની ભૂલ ઉપર માફી માંગે છે. જો કે તેના વિરુદ્ધ વિજય નગર પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. તેને કહ્યું કે તે બિલકુલ નથી ઇચ્છતી કે લોકો તેને જોઈને આવો ટ્રેન્ડ સેટ કરી લેશે અને લોકો તેને ફોલો કરવા લાગશે. આવું કરવું કાયદાકીય રીતે અપરાધ છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Kalra (@shreyakalraa)


તો આ મુદ્દે ડીએસપીનું કહેવું છે કે તે તેના પરિવાર સાથે અહીંયા આવી હતી અને તેને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. જેના કારણે આ વાતને વરિષ્ઠ અધિકારીઓના સંજ્ઞાનમાં લાવીને તેના વિરુદ્ધ કાર્યવાહી થઇ છે. તેના ઉપર શું કરવામાં આવી શકે છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે.

Niraj Patel