શું અફઘાનિસ્તાનમાં હતી મહિલાઓને મીની સ્કર્ટ પહેરવાની આઝાદી ? જાણો શું છે સમગ્ર હકીકત

વેસ્ટર્ન લાઈફ સ્ટાઇલ જીવનારી અફઘાનિસ્તાનની મહિલાઓના ટૂંકા ટૂંકા સ્કર્ટ વાળી તસવીરો થઇ વાયરલ, જુઓ

અફઘાનિસ્તાન હાલમાં ખુબ જ ખરાબ હાલાતમાંથી પસાર થઇ રહ્યું છે. આખી દુનિયાની નજર અફઘાનિસ્તાન ઉપર ટકી  છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લીધા બાદ ઘણા ભયાનક વીડિયો અને તસવીરો પણ સામે આવી રહી છે. તાલિબાનને હંમેશા અફઘાનિસ્તાન માટેની ખરાબ ખબરને લઈને જાણવામાં આવે છે.

અફઘાનિસ્તાનના તાલિબાન ઉપર કબ્જો કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો પણ વાયરલ થવા લાગી છે. જેમાં આ દેશની મહિલાઓને મીની સ્કર્ટ અને વેસ્ટર્ન આઉટફિટ પહેરવાની આઝાદીનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિ હવે જાણવા માંગે છે કે શું આ તસ્વીરોમાં બતાવવામાં આવ્યું છે અને આ દાવો સાચો છે ? મહિલાઓની આઝાદીની વાતો કેટલી સાચી છે ? ચાલો તો તમને જણાવીએ 1970ના દાયકમાં અફઘાનિસ્તાન મહિલાઓની સ્થિતિ કેવી હતી.

હાલમાં જે તસ્વીર સામે આવી રહી છે તે 1970ના દાયકાની છે. તેમાં અફઘાની મહિલાઓને મીની સ્કર્ટમાં સાથે ઘણા વેસ્ટર્ન કપડામાં જોવામાં આવી રહી છે. આ તસવીરો અને આ દાવા એકદમ સાચા છે. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાની સાશનના કારણે મહિલાઓને બુરખામાં રહેવા ઉપર મજબૂર છે.

એક સમય એવો પણ હતો કે આ દેશમાં મહિલાઓને બરાબરનો હક મળતો હતો. તે એ સમય હતો જયારે મહિલાઓ પોતાની પસંદગીના કપડાં પહેરી શકતી હતી અને આઝાદી સાથે ફરી પણ શકતી હતી. તે એ સમયે પાર્ટી પણ કરી શકતી હતી.

ઘણા વર્ષો સુધી આંતરિક સંઘર્ષ અને વિદેશી હસ્તક્ષેપથી પ્રભાવિત રહેલા અફઘાનિસ્તાનને 20મી સદીના મધ્યમાં આધુનિકીકરણ તરફ ઘણા પગલાં ઉઠાવ્યા. અહીંયા સુધી કે 1950 અને 1960 ના દાયકામાં અહીંયાની મહિલાઓ વેસ્ટર્ન લાઈફ સ્ટાઇલને લઈએં પણ ખુબ જ અસર જોવા મળી હતી.

અફઘાન સરકાર દ્વારા છોકરીઓ માટે સ્કૂલો સ્થાપિત કરવામાં આવી. નવી યુનિવર્સીટી માટે ફંડિંગ કર્યું. એટલું જ નહિ  સંવિધાન લાવીને અફઘાની મહિલાઓને વોટ આપવાનો પણ અધિકાર અપાયો. શહેરી વિસ્તારોમાં મહિલાઓ કોલેજ જતી હતી. ઘરની બહાર નોકરી કરતી હતી અને કેટલીકે તો રાજનીતિમાં પણ પગ રાખ્યો. કાબુલ કોસ્મોપોલિટન સીટી બની ગયું હતું.

Niraj Patel