ધ્યાનથી જુઓ આ તસવીર અને જણાવો કે આ તસવીરમાં હાથી કેટલા છે ? વધારે લોકો ખોટો જવાબ આપી રહ્યા છે

ભલભલા શોધીને થાકી ગયા, તમારામાં તાકાત હોય તો જણાવો…

ઇન્ટરનેટ પર થોડા દિવસો પહેલા એક તસવીર વાયરલ થઇ હતી અને આ તસવીરમાં હાથીનો પરિવાર જોવા મળી રહ્યો હતો. આ તસવીરમાં આમ જોવા જઇએ તો, 4 હાથી દેખાઇ રહ્યા હતા, જેમાં 3 હાથી મોટા અને એક બાળક. જો કે, મજાની વાત તો એ છે કે, આ તસવીરમાં 4 હાથી નહિ પરંતુ વધારે છે.

આ તસવીરને લોકો પહેલી માની રહ્યા છે. વાઇલ્ડલેંસ ઇકો ફાઉન્ડેશને હાથીના ઝુંડની એક તસવીર ટ્વીટર પર શેર કરી હતી. જે ખૂબ વાયરલ થઇ હતી.ફાઇન્ડેશને તસવીરના કેપ્શનમાં લખ્યુ છે કે, કેટલાક પ્રેમ શાનદાર હોય છે, જયારે તમને 7in1 ફ્રેમ મળે છે અને તે ફણ સિંક્રનાઇઝેશનમાં.

આ તસવીર સોશિયલ મીડિયા પર એ સમયે ખૂબ વાયરલ થઇ હતી. તસવીરને અત્યાર સુધી ઘણા લોકો જોઇ ચૂક્યા છે પરંતુ લોકો એ સાચુ જણાવી શક્યા નથી કે આખરે આ તસવીરમાં હાથી કેટલા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ચાર હાથી જવાબ આપે છે. હકીકતમાં આ તસવીરમાં ચાર નહિ પણ છ હાથી છે.

Shah Jina