રેલવે સ્ટેશન પર પેસેન્જર પર કુદકા મારતી વાયરલ ગર્લને પોલીસે ઝડપી લીધી, પછી ભણાવ્યો એવો પાઠ કે બોલી… જુઓ

આ કેવું ટેલેન્ટ છે ભાઈ ? ટ્રેનમાંથી કૂદીને લોકો વચ્ચે રીલ બનાવવા લાગી, બાદમાં પોલીસ પાસે માંગી માફી

Viral girl taught a lesson by the police : આજના સમયમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. તમે ઘણા વાયરલ વીડિયોમાં જોયું હશે, જેમાં જાહેર સ્થળો પર લોકો અશ્લીલ હરકત કરતા હોય છે, તો કોઈ જીવલેણ સ્ટન્ટ કરતું હોય છે કે પછી કોઈ યુવતી જાહેરમાં જ અંગ પ્રદર્શન પણ કરતી હોય છે. તો મેટ્રોમાંથી પણ આવા ઘણા વીડિયો સામે આવતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા ઘણા વીડિયો બનાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરતી હોય છે.

વાયરલ થયો હતો વીડિયો :

હાલમાં જ મુંબઈના એક રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલા પ્લેટફોર્મ પર ડાન્સ કરતી જોવા મળી હતી. મહિલા અચાનક રેલવેના ડબ્બામાંથી પ્લેટફોર્મ પર કૂદી પડે છે અને ડાન્સ કરવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેટફોર્મ પર ચાલતા મુસાફરો પણ આ હરકતથી ગભરાઈ જાય છે. હવે આ વીડિયો મહિલાને ભારે પડી ગયો. મુંબઈ પોલીસે સીમા કનોજિયા નામના સોશિયલ મીડિયા પ્રભાવકની પૂછપરછ કરી હતી. આ પછી કનોજિયાએ આ વીડિયો માટે જાહેરમાં માફી માંગી હતી. તેણે તેના યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માફીનો વીડિયો અપલોડ કર્યો છે.

માંગવી પડી માફી :

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સીમા કનોજિયાની બાજુમાં બે પોલીસ કર્મચારી ઉભા છે. તે કહી રહી છે કે પ્લેટફોર્મ પર વીડિયો બનાવવો ખોટું હતું. વીડિયોમાં તે અન્ય યુટ્યુબર્સને પણ અપીલ કરી રહી છે કે તેઓ આવી વસ્તુઓ ન કરે. મળતી માહિતી મુજબ સીમા કનોજિયાએ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર આ વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પરના એક વિભાગે તેની આકરી ટીકા કરી હતી અને તેને મુસાફરોના જીવને જોખમમાં મૂકનાર ગણાવ્યું હતું.

5 લાખથી વધુ છે ફોલોઅર્સ :

મધ્ય રેલ્વેએ કહ્યું હતું કે આ મામલો તેની સંજ્ઞાનમાં છે અને તે તપાસ કરી રહી છે. લોકોને આ પ્રકારનું વર્તન ન કરવા અપીલ કરવામાં આવી હતી. સેન્ટ્રલ રેલ્વેએ લખ્યું હતું કે, “યાત્રીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આવી ક્રિયાઓ ટાળે. રેલ્વે અધિનિયમની કલમ 152 અને કલમ 153 હેઠળ આવી કાર્યવાહી ગુનાના દાયરામાં આવે છે. દંડથી લઈને 10 વર્ષની જેલ સુધીની સજા થઈ શકે છે.” સીમાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને તેના 5 લાખ 66 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Kanojiya (@seemakanojiya87)

Niraj Patel