Stones are removed in the temple Rasana : આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણા બધા એવા ચમત્કારિક મંદિરો આવેલા છે જેનો મહિમા દેશ વિદેશમાં ફેલાયેલો છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવા મંદિરની અંદર પોતાની માનતા લઈને આવતા હોય છે. તો ઘણા એવા પણ મંદિરો છે જેમાં થતા ચમત્કારો વિશે વિજ્ઞાન પણ હજુ કઈ જાણી નથી શક્યું. પરંતુ એક વાત તો નક્કી છે કે ઘણા ભક્તોના દુઃખ, દર્દ પીડા આવા મંદિરમાં ફક્ત એક માનતા માનવાથી જ પૂર્ણ પણ થઇ જતી હોય છે.
અમદાવાદથી આટલા અંતરે આવેલું છે મંદિર :
ત્યારે આજે અમે તમને એક એવું જ મંદિર બતાવીશું. જ્યાં માનતા રાખવાથી પથરીનો દુખાવો દૂર થઇ જાય છે અને આ મંદિરની પણ ખાસ વાત છે કે અહીંયા દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. આ મંદિર અમદાવાદથી 163 કિમિ દૂર આવેલું છે. આ મંદિર જ્યાં આવેલું છે એ ગામનું નામ છે રસાણા. જ્યાં વીર મહારાજનું એક ભવ્ય મંદિર છે. આ મંદિર બનાસકાંઠાના ડીસાથી ફક્ત 10 કિલોમીટર દૂર છે. આ મંદિરમાં વિદેશથી પણ ભક્તો પોતાની માનતા લઈને આવે છે.
ગમે તેવી પથરી થઇ જાય છે દૂર :
આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારની પથરીની બીમારી દૂર થઇ જાય છે, ભક્તો અહીંયા આવે છે અને મંદિરમાં બિરાજતા પૂજારી પાસે એક દોરો પોતાના હાથે બંધાવે છે. જેના બાદ એક જ મહિનામાં પથરી નીકળી જાય છે. આ દોરો બાંધવા માટે ભક્તો પાસે કોઈ ચાર્જ પણ નથી લેવામાં આવતો. ભક્તો પોતાની ઈચ્છા શક્તિથી દાન આપી શકે છે. મહિના બાદ જે પથરી નીકળે એ પથરીને એક ડબ્બીમાં બંધ કરીને મંદિરને આપી દેવાની હોય છે.
એકપણ રૂપિયો નથી લેવામાં આવતો :
આજે મંદિરમાં ઘણા બધા કબાટ બનાવેલા છે અને આ કબાટની અંદર તમને હજારોની સંખ્યામાં પથરીઓ જોવા મળી જશે, ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા જ મંદિરમાં પથરી લઈને આવે છે અને વીર મહારાજને અર્પણ કરે છે. આ મંદિર આસપાસના વિસ્તારોમાં પણ ખુબ જ જાણીતું છે. અહીંયા 40 mm સુધીની પણ પથરી નીકળી ગઈ હોવાના પુરાવા પણ હાજર છે. સાથે જ મંદિરમાં આવતા ભક્તો માટે વિનામૂલ્યે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.