ગામના લોકોએ મનોરંજન માટે રમી એવી જબરદસ્ત ગેમ કે બિઝનેસમને હર્ષ ગોયંકા પણ થઇ ગયા આફરીન, જુઓ વીડિયો

ગામની અંદર રમાયેલી એક દેશી ગેમે લોકોના દિલ જીતી લીધા, જે જીત્યું એને એવી ભેટ આપી કે સૌ રાજીના રેડ થયા, જુઓ વીડિયો

Villagers Playing Desi Game : ગામડાની અંદર લોકો  પોતાનો સમય પસાર કરવા માટે અલગ અલગ પ્રકારની ગેમ રમતા હોય છે.  જયારે મોબાઈલ નહોતા ત્યારે આ બધી ગેમોનું ચલણ ખુબ જ વધારે જોવા મળતું હતું, પરંતુ મોબાઈલ બધું જ ખાઈ ગયો. છતાં પણ આજે ઘણી રમતો એવી છે જેને લોકો રમતા હોય છે. પરંતુ હાલ ગામડાના લોકોની એક મોર્ટન રમતનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ ક્લિપ શેર કરતી વખતે લખ્યું છે  “તમે જે પણ સમજો છો, ગોલ્ફ, ક્રિકેટ, બોલિંગ. આ ખૂબ મજા જેવું લાગે છે.” 45 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગામના લોકો એક જગ્યાએ એકઠા થઈને રમત જોઈ રહ્યા છે. એવું લાગે છે કે આ દેશી રમત ગામલોકોએ જાતે જ બનાવી છે.

કારણ કે તેમાં ગોલ્ફ, ક્રિકેટ અને બોલિંગ બધું ભળેલું છે. રમતનો નિયમ એ છે કે ફૂટબોલને બેટ વડે મારવો અને બોલની સમાંતર લાઇનના અંતે મૂકેલા ડબ્બાને નીચે પાડવાના છે. ઘણી મહિલાઓ આ માટે પ્રયાસ કરતા જોવા મળી રહી છે, જેમાંથી કેટલીક મહિલાઓ તેમાં સફળ પણ થતી જોઈ શકાય છે.

ખાસ વાત એ છે કે આ ગેમમાં જે પણ જીતે છે તેને રાશન ગિફ્ટમાં આપવામાં આવે છે.વીડિયોના અંતમાં એક પુરુષ મહિલા વિજેતાને તેલનો ડબ્બો પકડીને આપતો જોવા મળે છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરીને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel