દેશી છોકરા ઉપર આવી ગયું વિદેશી મેમનું દિલ, અમેરિકાથી ભારત આવીને ફર્યા ચોરીના ફેરા, જુઓ અનોખા લગ્નની અનોખી તસવીરો

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ તો ઉપરથી બનીને આવે છે, ધરતી ઉપર તો ફક્ત એકબીજા સાથે જોડાણ થતું હોય છે. ત્યારે પ્રેમને કોઈ બંધનો પણ નથી નડતા એ વાત પણ આપણે સાંભળી હશે તમે એવા પ્રેમ લગ્ન પણ જોયા હશે જે સાત સમુદ્ર પાર પણ થતા હોય છે. ત્યારે હાલ એવા જ એક લગ્ન ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં એક અમેરિકી છોકરીનું દિલ ભારતીય યુવક ઉપર આવી ગયું.

અમેરિકાની સ્ટેફની મારિયાના હરિયાણાના નિખિલ કંવલના પ્રેમમાં પડી હતી. બંનેના લગ્ન થઈ ગયા. સોશિયલ મીડિયા પર લોકો બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સ્ટેફનીએ ઈન્સ્ટાગ્રામ પર નિખિલનો ફોટો લાઈક કર્યો હતો, જ્યાંથી આ કપલના પ્રેમની શરૂઆત થઈ હતી. યુટ્યુબ પર ‘વિદેશી કન્યા’ અને “દેશી વર’ના ઘણા વીડિયો વાયરલ થયા છે. દંપતી પાસે એક YouTube ચેનલ પણ છે, જ્યાં તેઓ વ્લોગ શેર કરે છે.

નિખિલ કુસ્તીબાજ છે. તે હરિયાણાના પાણીપત જિલ્લાના એક ગામનો વતની છે. તેણે કહ્યું કે ફોટો લાઈક કર્યા પછી ‘હાય-હેલો’ શરૂ થયુ. તેણે કહ્યું “ખબર હતી કે સ્ટેફની અમેરિકામાં રહે છે, પણ ક્યાં ? આ વિશે ખબર ન હતી. પાછળથી ખબર પડી કે તે ફોન્ટાના (કેલિફોર્નિયા)માં રહે છે. નિખિલના મામા પણ અહીં રહેતા હતા, જેઓ ટ્રાન્સપોર્ટની નોકરી કરે છે.

નિખિલે જણાવ્યું કે જૂન 2021માં બંને વચ્ચે પહેલીવાર વાતચીત થઈ હતી. આ પછી સ્ટેફની 25 કલાકની ફ્લાઈટ અને 13500 કિમીનું અંતર કાપીને તેને મળવા આવી હતી. પરિવારના સભ્યોને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે ‘થારી બહુ આ રહી હૈ’. સ્ટેફની સાથેના સંબંધ પર નિખિલે કહ્યું ‘એક શાનદાર ફિલિંગ છે, તે મને પસંદ કરે છે અને હું તેને પસંદ કરું છું. આખી વાત ગમી.

નિખિલે જણાવ્યું કે એકવાર તે સ્ટેફની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો, તે દરમિયાન તેની માતાએ તેને જોયો. આ પછી, તેમના સંબંધોની માહિતી પ્રથમ વખત પરિવારને મળી. નિખિલે કહ્યું કે મારી માતાને અંગ્રેજી આવડતું નથી, તેથી શરૂઆતમાં માતા અને સ્ટેફની વચ્ચે થોડો ‘હાય-હેલો’ જ થતો હતો. નિખિલ અને સ્ટેફનીએ ગયા વર્ષે 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. નિખિલે સ્ટેફની વિશે જણાવ્યું કે તે હરિયાણવીના કેટલાક શબ્દો બોલે છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Kanwal (@nikhilkanwalofficial)

એક વીડિયોમાં નિખિલ કંવલ પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા સાથે જોવા મળ્યો હતો. વીડિયોમાં સ્ટેફની પણ જોવા મળી રહી છે. વાસ્તવમાં બંને લોકો નીરજ ચોપરાની બહેનના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તે જ સમયે, અન્ય એક વીડિયોમાં, કપલ ગીતા ફોગટ સાથે પણ જોવા મળ્યું હતું. આ કપલે સોશિયલ મીડિયા પર હરિયાણાના ગામ અને અમેરિકાના ઘરના ઘણા વીડિયો પણ શેર કર્યા છે.

Niraj Patel