રામભક્તોનું દિલ દુખાવા પર વિક્રાંત મૈસીએ માંગી માફી, સોશિયલ મીડિયા પર મચી ગઇ બબાલ…ટ્વિટમાં કહી હતી સીતાના અપહરણને લઇને એવી વાત કે..

‘હું ખુશ છું કે, મારું અપહરણ રાવણે કર્યું હતું, તમારા ભક્તોએ નહીં…’ 12th fail વિક્રાંત મૈસીની જૂની પોસ્ટથી મચી ગયો હંગામો

બોલિવૂડ એક્ટર વિક્રાંત મૈસીએ 12th Fail ફિલ્મથી બધાને પ્રભાવિત કર્યા છે. સામાન્ય લોકોની સાથે ફિલ્મ સ્ટાર્સે પણ વિક્રાંતના વખાણ કર્યા હતા. 12th Fail વિક્રાંત મૈસીની કારકિર્દીની એક મોટી ફિલ્મ સાબિત થઈ જેના માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. જો કે, હાલમાં વિક્રાંત તેની ફિલ્મને કારણે ચર્ચામાં નથી, પણ એક ટ્વિટને લઇને ચર્ચામાં છે. તેનું એક જૂનું ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટને લઇને વિક્રાંત મેસીએ લોકોની માફી માંગી છે.

આ સમગ્ર મામલો શું છે અને વિક્રાંતે એવું તો શું કર્યું કે તેને માફી માંગવી પડી. ચાલો જાણીએ આખો મામલો. વાસ્તવમાં, વિક્રાંત મેસીએ વર્ષ 2018માં એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેના કારણે ફેન્સ અભિનેતાની જોરદાર ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વિરોધ બાદ વિક્રાંતે પોસ્ટ હટાવી દીધી છે અને ટ્વિટ કરીને હિન્દુ સમુદાયની માફી માંગી છે.

આ ટ્વીટ પર સ્પષ્ટતા આપતા વિક્રાંતે લોકોની માફી માંગી છે અને લખ્યું છે કે, ‘હું થોડાક શબ્દો કહેવા માંગુ છું, મારો ઈરાદો ક્યારેય હિન્દુ સમુદાયને ઠેસ પહોંચાડવાનો, બદનામ કરવાનો કે અપમાન કરવાનો નહોતો. પરંતુ જેવો હું મજાકમાં કરવામાં આવેલ એક ટ્વિટ વિશે વિચારુ છુ, હું તેની અરુચિકર પ્રકૃતિને પણ ઉજાગર કરું છું. આ વાત અખબારમાં છપાયેલા કાર્ટૂનને જોડા વગર પણ કહી શકાઈ હોત. જે લોકો મારા ટ્વીટથી દુઃખી થયા છે તેમની હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું.

જેમ તમે બધા અત્યાર સુધીમાં જાણો છો, હું તમામ આસ્થાઓ, માન્યતાઓ અને ધર્મોને શક્ય સર્વોચ્ચ સન્માનમાં રાખું છું. આપણે બધા સમય સાથે મોટા થઈએ છીએ અને આપણી ભૂલો પર વિચાર કરીએ છીએ. હવે હું મારી એ ભૂલ માટે તમારા બધાની માફી પણ માંગુ છું. ટ્વિટની વાત કરીએ તો, વિક્રાંત મેસીએ જે કાર્ટૂન શેર કર્યું હતું તેમાં દેવી સીતા ભગવાન રામને કહેતા બતાવવામાં આવ્યા હતા કે ‘હું ખૂબ ખુશ છું કે મારું રાવણે અપહરણ કર્યુ તમારા ભક્તોએ નહીં !’

આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘અડધા પાકેલા બટાકા અને અડધા પાકેલા રાષ્ટ્રવાદીઓથી માત્ર પેટમાં જ દુખાશે.’ આ સાથે હેશટેગ કઠુઆ કેસ, ઉન્નાવ, અને શેમ રાખવામાં આવ્યુ હતુ. જણાવી દઈએ કે વર્ષ 2013માં વિક્રાંત મેસીએ ફિલ્મ ‘લૂટેરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આમાં તે રણવીર સિંહ અને સોનાક્ષી સિંહા સાથે જોવા મળ્યો હતો. આ પછી વિક્રાંતે ‘હસીન દિલરૂબા’, ‘મિર્ઝાપુર’, ‘લવ હોસ્ટેલ’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘ગેસલાઇટ’ અને ’12th fail’ જેવી અનેત ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યુ છે.

Shah Jina