અભિનેતા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બન્યા માતા પિતા ! પત્નીએ આપ્યો રાજકુમાર જેવા દીકરાને જન્મ, એવું નામ રાખ્યું કે લોકો કરી રહ્યા છે વખાણ

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા વિક્રાંત મેસીના ઘરમાં ગુંજી રાજકુમારની કિલકારી, પત્ની શીતલે આપ્યો દીકરાને જન્મ, તસવીરો પણ આવી ગઈ સામે.. જુઓ

Vikrant Massey Baby Boy : બોલીવુડમાંથી કોઈને કોઈ ખુશ ખબરી સામે આવતા જ ચાહકો પણ એ ખુશીમાં રંગાઈ જતા હોય છે. છેલ્લા થોડા સમયમાં જ કેટલાક કલાકારો સગાઈના બંધનમાં બંધાયા છે તો કેટલાય લગ્ન પણ કરી ચુક્યા છે. તો કોઈના માતા પિતા બનવાની ખબર પણ સામે આવતી હોય છે. હાલ એક એવી જ ખબરે ચાહકોને ખુશ કરી દીધા છે. “12th ફેઈલ” અભિનેતા વિક્રાંત મેસી પિતા બની ગયો છે. તેની પત્ની શીતલ ઠાકુરે એક દીકરાને જન્મ આપ્યો છે.

વિક્રાંત મેસી બન્યો પિતા :

7 ફેબ્રુઆરીએ વિક્રમ અને તેની પત્ની શીતલ ઠાકુરે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું.  હવે અભિનેતાએ પોતાના પુત્રની પ્રથમ ઝલક દુનિયાને બતાવી છે. તેણે નામ પણ જાહેર કર્યું છે. ’12th ફેલ’ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર તેના રાજકુમારનો પહેલો ફોટો શેર કરીને તેના ચાહકોને ખુશ કર્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે શીતલ તેના લાડલા દિકરાને તેના ખોળામાં પકડી રહી છે અને માતા-પિતા બંને તેની તરફ જોઈ રહ્યા છે.

આ નામ રાખ્યું :

આને શેર કરતી વખતે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે “તે કોઈ આશીર્વાદથી ઓછું નથી.. અમે અમારા પુત્રનું નામ વરદાન રાખ્યું છે..'” અભિનેતાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. દરેક જણ આ નાનકડા રાજકુમાર પર ઘણો પ્રેમ વરસાવી રહ્યો છે. જો કે તેઓએ ફોટામાં પુત્રનો ચહેરો છુપાવ્યો છે, પરંતુ પુત્રના આગમનની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

શા કારણે નાના પડદાને કહ્યું અલવિદા :

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેતા ‘અનફિલ્ટર બાય સમદીશ’ શોમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે જ્યારે તેણે નાનો પડદો છોડીને મોટા પડદા પર નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે તેની પાસે 35 લાખ રૂપિયા પ્રતિ માસનો કોન્ટ્રાક્ટ હતો. પરંતુ તેણે આ ઓફર ફગાવી દીધી હતી. અભિનેતાએ કહ્યું કે તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને સંતુષ્ટ નથી. આ કારણે તેણે બોલિવૂડમાં આવવાનું નક્કી કર્યું.

આ ફિલ્મમાં જોવા મળશે :

અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, વિક્રાંત ટૂંક સમયમાં એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મ 3 મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની વાર્તા ગુજરાત રાજ્યના ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ભયાનક ઘટના પર આધારિત છે.

Niraj Patel