Vikas Malu accident : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકોના મોત પણ તથા હોય છે, ત્યારે મોટાભાગના અકસ્માત ઓવર સ્પિડીંગના કારણે પણ થતા જોવા મળે છે. હાલ એક એવા જ ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી છે જેમાં હરિયાણાના નૂહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ટેન્કર સાથે અથડાયા બાદ રોલ્સ રોયસ ફેન્ટમમાં આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે કારની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક હતી.
200ની સ્પીડ પર હતી કાર :
પ્રખ્યાત ઉદ્યોગપતિ વિકાસ માલુ પણ આ રોલ્સ રોયસ ફેન્ટમ કારના મુસાફરી કરી રહ્યા હતા. વિકાસ માલુ કુબેર ગ્રુપના માલિક છે. આ અકસ્માતમાં વિકાસને પણ ઈજા થઈ છે. તેની ગુરુગ્રામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે વિકાસનું ઓપરેશન સોમવારે કરવામાં આવશે. અકસ્માત સમયે કારની ઝડપ 200 કિમી પ્રતિ કલાક હતી. વાસ્તવમાં, વિકાસ માલુના વકીલ આરકે ઠાકુરે આ ઘટના વિશે વાત કરી છે.
માંડ માંડ બચ્યો જીવ :
વકીલનું કહેવું છે કે રોલ્સ રોયસ ફેન્ટમ કાર કોઈ અન્ય ચલાવી રહ્યું હતું. વિકાસ કારમાં બેઠો હતો. વકીલનું કહેવું છે કે વિકાસ માલુ બરાબર ચાલી શકતા નથી તો તે કાર કેવી રીતે ચલાવશે. આ અકસ્માતમાં માલુના હિપમાં ઈજા થઈ છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે વિકાસનું ઓપરેશન કરવામાં આવશે. વકીલનું કહેવું છે કે પોલીસે કાર ચલાવનાર ડ્રાઈવરનું નિવેદન લીધું છે. 9 માર્ચ, 2023 ના રોજ, બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્દેશક સતીશ કૌશિકનું વિકાસ માલુના ફાર્મ હાઉસમાં અવસાન થયું.
સતીશ કૌશિકના હતા મિત્ર :
સતીશ હોળીના દિવસે (8 માર્ચ) મુંબઈથી આવેલા અભિનેતા સતીશ કૌશિકે વિકાસ માલુના દિલ્હી ફાર્મહાઉસમાં બપોરે આયોજિત પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં ગુટખા કિંગ વિકાસ માલુ સહિત ઘણા મોટા બિલ્ડરો પણ હાજર રહ્યા હતા. સતીશ અને વિકાસ વચ્ચે છેલ્લા 30 વર્ષથી ગાઢ મિત્રતા હતી. બંને મિત્રો એકબીજાના નાના-મોટા કાર્યક્રમોમાં ભાગ લેતા.