ક્રિસ ગેલ મળ્યા ભાગેડુ વિજય માલ્યાને, લોકો બોલ્યા- ક્યારેક SBI વાળાને પણ મળી લો..

ભારતમાં બેંક સાથે કરોડોની છેતરપીંડી કરીને વિદેશમાં જઈને વસી ચૂકેલા વિજય માલ્યા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર સામે આવી છે જેમાં ટી-20 ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતનારા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલ અને વિજય માલ્યા સાથે જોવા મળી રહ્યા છે.

આ તસ્વીરને વિજય માલ્યાએ જ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરી છે જેના બાદ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાએ ટ્વિટ કર્યું કે “મારા મિત્ર યુનિવર્સ બોસ ક્રિસ્ટોફર હેનરી ગેલને મળીને આનંદ થયો. જ્યારથી હું તેને આરસીબીમાં લઈ ગયો ત્યારથી અમારી વચ્ચે ખૂબ જ મિત્રતા છે.

કોઈપણ ખેલાડીનું અત્યાર સુધીનું સૌથી સફળ સંપાદન. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ક્રિસ ગેલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલા હતા અને બંને ટીમો લાંબા સમય સુધી સાથે હતી. ત્યારબાદ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલની ત્રિપુટીએ આરસીબી માટે તબાહી મચાવી દીધી હતી.

જ્યારે વિજય માલ્યાએ ક્રિસ ગેલ સાથેની તસવીર પોસ્ટ કરી તો તેને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો. ફેન્સે કોમેન્ટમાં લખ્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લોકોને પણ મળવા માટે થોડો સમય કાઢો. એક ચાહકે ફોટો ઝૂમ કરીને લખ્યું કે સર, ટેબલ પર થોડું સલાડ પડ્યું છે. આ તસવીર પર પણ આવી જ ફની કોમેન્ટ જોવા મળી હતી.

વિજય માલ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના માલિક છે. શરૂઆતમાં, જ્યારે IPL પાર્ટીઓ ઘણી હેડલાઇન્સમાં હતી, ત્યારે ફક્ત વિજય માલ્યા જ આ પાર્ટીઓની સુંદરતા બનતા હતા. જો કે, જ્યારે વિજય માલ્યા સામેનો કેસ વધી ગયો અને તેને ભારત છોડવું પડ્યું, ત્યારથી તે પાછો ફર્યો નથી.

વાત જો ક્રિસ ગેલની કરવામાં આવે તો T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. ક્રિસ ગેલે ઇન્ટરનેશનલ ટી20 સહિત વિવિધ લીગમાં લગભગ 15,000 રન બનાવ્યા છે. તેની પાસે T20માં 22 સદી છે, જ્યારે તે એકમાત્ર બેટ્સમેન છે જેના નામે 1000થી વધુ સિક્સર છે.

Niraj Patel